Rajkot માં કપાસિયા અને પામોલીન તેલના ભાવમાં વધારો થયો છે. 1 સપ્તાહમાં કપાસિયા તેલમાં 1 ડબ્બા પર 70  રૂપિયાનો વધારો થયો છે. જ્યારે પામોલીન તેલમાં 1 સપ્તાહમાં 60 રૂપિયાનો વધારો થયો છે.

OIL 3

 

કપાસિયા તેલનો ડબ્બો 1790 થી વધીને 1885 રૂપિયા સુધી પહોંચ્યો હતો. જ્યારે પામોલીન તેલનો ડબ્બો 1,605 થી વધીને 1685 રૂપિયા થયો હતો. વરસાદથી તેલિબિયા પાકો અને નુકસાનીના અંદાજને લઈને ભાવમાં સતત વધારો થયો છે. તેમજ ગુજરાતમાં ભારે વરસાદને કારણે તેલિબિયા પાકોમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. જેને લઈને અલગ અલગ તેલના ભાવમાં ઉછાળો આવ્યો છે.

મગફળીના પાક પર વરસાદે પાણી ફેરવ્યું

સૌરાષ્ટ્રમાં આવેલ ભાવનગર, અમરેલી, રાજકોટ વિસ્તારમાં મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે. ત્યારે સારા વરસાદના કારણે ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું છે. જો કે સતત વરસાદના કારણે મગફળીના પાકમાં રોગ આવી જતા મગફળીનો પાક પીળો થતો જોવા મળી રહ્યો છે. અને આખરે મગફળીનો છોડ સુકાઈને નષ્ટ થઈ જાય છે. જેથી ઉત્પાદનમાં ઘટાડો થતા ખેડૂતોને ધણુ નુકશાન ભોગવવું પડે છે. તેમજ મગફળીના પાક પર અસર થવાથી આગામી સમયમાં તેલના ભાવમાં હજી વધારો થવાની શક્યતા છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.