રાજકોટ શહેર પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ સાહેબ તથા સયુંકત પોલીસ કમિશ્નર છઠ 13 સિધ્ધાર્થ ખત્રી સાહેબ તથા નાયબ પોલીસ કમિશ્નર શ્રી સૈની સાહેબ ઝોન ૧ તથા શ્રી જાડેજા સાહેબ ઝોન-ર તથા મદદનીશ પોલીસ કમિશ્નર ક્રાઇમ શ્રી જયદિપસિંહ સરવૈયા સા, નાઓએ પ્રોહી જુગારની પ્રવૃતી બાબતે હકિકતો મેળવી સફળ રેઇડ કરવા સુચના કરેલ હોય જે સુચના અન્વયે તથા અમો પો.ઇન્સ. એચ. એમ. ગઢવી. ના સીધા માર્ગદર્શન મુજબ આજ રોજ ડી.સી.બી. પો.સ્ટે.ના પો.સ.ઇ. મહાવિરસિંહ બી. જાડેજા તથા પો.સબ ઇન્સ. એસ. કે.રબારી તથા ડીસીબીના એ.એસ.આઇ, જયદિપસિંહ આર. રાણા તથા પો.હેડ કોન્સ. ફીરોજભાઇ શેખ, યોગેન્દ્રસિંહ દશરથસિંહ, હરદેવસિંહ જાડેજા, પ્રતાપસિંહ ઝાલા તથા પો. કોન્સ, સોકતખાન ખોરમ, યોગીરાજસિંહ જાડેજા, અમીતભાઇ હુંડીયા નાઓ પેટ્રોલીંગમાં હતા જે દરમિયાન સાથેના પો.હેડ કોન્સ. ફીરોજભાઈ શેખ તથા હરદેવસિંહ તથા પો.કોન્સ. સોકતખાન ખોરમનાઓની સંયુકત હકિકત આધારે ગુ.હા.બોર્ડ કવાટર્સના બ્લોક નંબર ૧૧૨ ની સામે આવેલ આકાશદીપ સોસાયટી શેરી. ને દુધસાગર ડેરી પાસે રાજકોટ ખાતેથી નીચે મુજબના આરોપીઓની ધરપકડ કરેલ છે.
આરોપીઓ
(૧) પીન્દ્ર મહેન્દ્રભાઇ માંકડીયા જાતે પટેલ ઉં.વ ૩૮ ધંધો રીક્ષા ડ્રાઇવીંગ રહે. આકાશદીપ સોસાયટી રોરીનં.૧ ગુ.હા.બોર્ડ બ્લોક નં. એલ/૫૦ અને કવા નં. ૧૧૨ દુધસાગર રોડ રાજકોટ
(ર) ઇસ્તીયાઝ ઉર્ફે લાલો ભીખુભાઇ રાઉમા જાતે સંધી મુસ્લીમ ઉવ. ૨૮ ધંધો મજુરી રહે. ગુ.હા.બોર્ડ રીધ્ધી સિધ્ધી સોસાયટી શેરી નં. ૪૭નો ખુણો બે માળીયા કવાટર્સ નંબર એમ/૧૦૩૯ દુધ સાગર રોડ રાજકોટ વાળાઓ પોતાના કબજા ભોગવટાના રહેણાંક મકાન ખાતેથી અલગ અલગ બ્રાન્ડ ની ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની ૭૫૦ એમ.એલની કુલ બોટલ નંગ- ૧૫૮૪ જેની કુલ કિ.રૂ. ૬, ૪૬,૪00 તેમજ મોબાઇલ ફોન નંગ-ર કિમંત રૂા. ૫૩000 તેમજ તેમજ રોકડા રૂા. ૯૧૦0/- મળી કુલ રૂ. ૭,૦૮,૫00 સાથે ધરપકડ કરવામાં આવેલ છે.
આરોપી ઇસ્તીયાઝ ઉર્ફે લાલો ભીખુભાઇ રાઉમાના જુનાગઢ તેમજ રાજકોટ રૂરલનો જેતપુર તથા રાજકોટ શહેરના માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં દારૂના જથ્થાના કેસમાં પકડાયેલ છે.