રાજકોટ ગ્રામ્ય જીલ્લાનાં પોલીસ અધિક્ષક શ્રી અંતરિપ સૂદ સાહેબે પ્રોહી-જુગારની પ્રવૃતી નેસ્ત નાબુદ કરવા સુચના આપેલ હોય જે અંતર્ગત ઇન્ચા.પો.ઇન્સ. જે.એમ.ચાવડા તથા સ્ટાફના માણસો એ ચોક્કસ બાતમી આધારે શિવરાજપુર ગામની પાંચ ટોબરા ધાર નામની સીમ વિસ્તારમાં ખલીલભાઇ સાલેભાઇ કથીરી રહે. જસદણ જી.રાજકોટ વાળાને ધનશ્યામભાઇ કાબાભાઇ વાઘાણી રહે. શીવરાજપુર વાળાની કબ્જા ભોગવટા તેમજ દેખરેખની વાડીમાં બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવતા કુલ સાત ઇસમોને તીન પતીનો હારજીતનો જુગાર રમતા કુલ રોકડા રૂપીયા ૯૨,૭૮૦/- તથા મોબાઇલ ફોન નંગ ૫ કિ.રૂ. રૂ.૩૦૦૦/- તથા મો.સા. નંગ-૩ કિં.રૂ.૭૫,૦૦૦/- મળી કુલ મુદામાલ કિ.રૂ.૧,૭૦,૭૮૦/- સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
આ કામગીરીમાં એલ.સી.બી. શાખાના ઇન્ચા.પો.ઇન્સ. જે.એમ.ચાવડા, પો.સબ.ઇન્સ. એમ.આર. ગોંડલીયા એ.એસ.આઇ. મહમદભાઇ ચૌહાણ, પો.હેડ. કોન્સ. મહેશભાઇ જાની, કરશનભાઇ કલોતરા, રવિદેવભાઇ બારડ,
મહિપાલસિંહ જાડેજા, બ્રિજરાજસિંહ જાડેજા , રહીમભાઇ દલ, બાલકૃષ્ણ ત્રીવેદી, મયુરસિંહ જાડેજા, રસીકભાઇ જમોડ, ભાવેશભાઇ મકવાણા રોકાયેલ હતા.