મેડલ મેળવવામાં પોલીસ હેડ કવાર્ટર બીજા અને ટ્રાફિક બ્રાન્ચ ત્રીજા સ્થાને રહી: ખેલ મહોત્સવમાં સર્વશ્રેષ્ઠ દેખાવ કરનાર અર્જૂન ડવ અને નેહલબેન મકવાણાનું રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા અને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે સન્માન કર્યું
પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર પોલીસ પરિવાર સ્વાસ્થય સુધરે તેઓ શારીરીક ફીટ રહે તેઓમાં એકાગ્રતા વધે તેમજ એકબીજા સાથે ટીમવર્કથી કાર્યકરવાની ભાવના વધે તેમજ પોલીસ અધિકારી /કર્મચારીઓ સ્ટેટ અને નેશનલ લેવલે પોલીસનું નામ રોશન કરે તેમજ રમત ગમતને પ્રોત્સાહન મળે તેવા શુભ હેતુથી રાજકોટ શહેર પોલીસ વાર્ષીક રમત મહોત્સવ-2011 (ત્રીજી સ્પોર્ટસ મીટ)નું ત્રી-દિવસીય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ક્રાઈમ બ્રાંચની ટીમ તમામ રમતમાં છવાય ગઈ હતી.
ત્રીજી સ્પોર્ટસ મીટમાં અગાઉ કરતા વધુ ગેસનો સમાવેશ કરી 100 મીટર દોડ, 200 મીટર દોડ, 100 – 4 મીટર દોડ, 800 મીટર દોડ, ભાલા ફેંક, ગોળા ફેંક, ચક્ર ફેંક, લોંગ જમ્પ, સ્વીમીંગ 50 મીટર ફ્રી સ્ટાઇલ, સ્વીમીંગ 100 મીટર ફ્રી સ્ટાઇલ, વોલીબોલ (પાસીંગ), કબડ્ડી, રસ્સા ખેંચ, બાસ્કેટ બોલ, ફુટબોલ, ટેબલ ટેનીસ સિંગલ, ટેબલ ટેનીસ ડબલ્સ, બેડમિન્ટન સિંગલ, બેડમિનટન ડબલ્સ, ચેસ, કેરમ સિંગલ, કેરમ ડબલ્સ એમ કુલ 22 રમતોનો સમાવેશ કરવામાં આવેલ હતો.
જેમાં (1) મદદનીશ પોલીસ કમિશ્નર ઉત્તર વિભાગ એસ.આર.ટંડેલ, મદદનીશ પોલીસ કમિશ્નર દક્ષિણ વિભાગ જે.એસ.ગેડમ તથા મદદનીશ પોલીસ કમિશ્નર મહિલા વિભાગ આર.એસ.બારીયા, મદદનીશ પોલીસ કમિશ્નર પુર્વ વિભાગ એચ.એલ.રાઠોડ, મદદનીશ પોલીસ કમિશ્નર પશ્ચિમ વિભાગ પી.કે.દિયોરા, મદદનીશ પોલીસ કમિશ્નર પો. હેડ કવાટર્સ જી.એસ.બારીયા, મદદનીશ પોલીસ કમિશ્નર સાયબર જી.ડી.પલસાણા તથા મદદનીશ પોલીસ કમિશ્નર એસ.સી/એસ.ટી.સેલ કંટ્રોલ એસ.ડી.પટેલ, મદદનીશ પોલીસ કમિશ્નર ક્રાઇમ ડી.વી.બસીયા, મદદનીશ પોલીસ કમિશ્નર, ટ્રાફીક વી.આર.મલ્હોત્રાના નૈતૃત્વ હેઠળ ટીમો બનાવવમાં આવી હતી.
આમ કુલ આઠ ટીમો વચ્ચે રમાયેલ 22 રમતોમાં સર્વશ્રેષ્ઠ મદદનીશ પોલીસ કમિશ્નર ક્રાઇમ તથા સી.પી. કચેરીની ટીમ દ્વારા કુલ 95 પોઇન્ટ મેળવી ફર્સ્ટ આવેલ હતા તેમજ મદદનીશ પોલીસ કમિશ્નર પો. હેડ કવા. તથા એસ.પી.એલ.ની ટીમ દ્વારા કુલ 59 પોઇન્ટ મેળવી સેક્ધડ સ્થાન મેળવેલ હતુ તેમજ મદદનીશ પોલીસ કમિશ્નર ટ્રાફીકની ટીમ દ્વારા કુલ 52 પોઇન્ટ મેળવી થર્ડ સ્થાન મેળવેલ છે તેમજ બેસ્ટ પુરૂષ એમ્પ્લીટ તરીકે મદદનીશ પોલીસ કમિશ્નર પશ્ચીમ વિભાગની ટીમના અર્જુનભાઇ ધીરૂભાઇ ડવ જેઓએ કુલ 13 પોઇન્ટ મેળવેલ તથા બેસ્ટ મહિલા એમ્પ્લીટ તરીકે મદદનીશ પોલીસ કમિશ્નર ક્રાઇમની ટીમના નેહલબેન ગોવિંદભાઇ મકવાણા જેઓએ કુલ 11 પોઇન્ટ મેળવેલ છે જે ટીમો તથા એથ્વીટને પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તથા સાંસદ રામભાઇ મોકરિયાની ઉપસ્થીતીમાં સયુંકત પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ, નાયબ પોલીસ કમિશ્નર પ્રવીણકુમાર મીણા ઝોન-1, નાયબ પોલીસ કમિશ્નર મનોહરસિંહ જાડેજા ઝોન-2 દ્વારા મેડલ એનાયત કરી સન્માનીત કરવામાં આવ્યું હતું.
પોલીસ પરિવાર માટે અલગ અલગ રમતો માટે આધુનીક ગ્રાઉન્ડ તથા બાળ ક્રીડાંગણ બનાવવામાં આવેલ છે જેમાં પોલીસ પરિવારના બાળકો રમત ગમત રમી આગળ વધે અને પોલીસ ડીપાર્ટમેન્ટનું નામ રોશન કરે તેમજ રમત ગમત તથા કસરત કરવાથી શારીરીક ફીટનેશમાં વધારો થાય તેવા હેતુથી અલગ અલગ ગ્રાઉન્ડો બનાવવામાં આવેલ છે જયા જાણકાર કોચ દ્વારા તાલીમ પણ આપવામાં આવી રહેલ છે જેના પરિણામે રાજકોટ શહેર પોલીસ વાર્ષીક રમત મહોત્સવ 2021 (ત્રીજી સ્પોર્ટસ મીટ)માં ખુબજ વધુ સંખ્યામાં પોલીસ અધિકારી તથા કર્મચારીઓએ રમતોમાં ભાગ લીધેલ છે.
તેમજ રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા રાજકોટની જાહેર જનતાને પણ દરરોજ કોઇના કોઇ રમત રમી, કસરત, યોગા કરી શારીરીક ફીટ રહેવા અપીલ કરવામાં આવેલ છે તેમજ આ પ્રસંગે રાજય સભાના સાંસદ રામભાઇ મોકરીયા ખાસ ઉપસ્થીત રહેલ હતા જેઓએ રાજકોટ શહેર પોલીસ દ્રારા આયોજીત રમત મહોત્સવ અંગે ઉદબોધન આપેલ હતું અને જણાવેલ કે રમત-ગમત એ શારીરીક ફીટનેશ માટે જીવનમાં ખુબજ જરૂરી છે તેમજ રાજકોટ શહેર પોલીસ દ્વારા શહેર પોલીસ ડીપાર્ટમેન્ટમાં રમત ગમતને જીવંત રાખવા બદલ રાજય સભાના સાંસદ રામભાઇ મોકરીયાએ આભાર વ્યકત ર્ક્યો હતો.
શહેર પોલીસ વાર્ષીક રમત મહોત્સવ 2021નું આયોજન રાજકોટ શહેર નાયબ પોલીસ કમિશ્નર પ્રવીણકુમાર મીણા ઝોન-1, નાયબ પોલીસ કમિશ્નર મનોહરસિંહ જાડેજા ઝોન-2, મદદનીશ પોલીસ કમિશ્નર ડી.વી.બસીયા ક્રાઇમ, મદદનીશ પોલીસ કમિશ્નર જી.એમ.બારીયા પોલીસ હેડ કવાટર્સ, પોલીસ ઇન્સ્પેકટર વી.કે.ગઢવી ક્રાઇમ બ્રાન્ચ, પોલીસ ઇન્સ્પેકટર આર.વાય.રાવલ એસ.ઓ.જી., રીઝર્વ પોલીસ ઇન્સ્પેકટર એમ.એ.કોટડીયા પોલીસ હેડ કવાટર્સ, પો. હેડ કોન્સ. વીરેન્દ્રસિંહ જાડેજા ક્રાઇમ બ્રાન્ચ, એ.એસ.આઇ. અનીલભાઇ દવે પોલીસ હેડ કવાટર્સ, પો. હેડ કોન્સ. રાજેન્દ્રસિંહ ગોહિલ પોલીસ હેડ કવાટર્સ, પો. હેડ કોન્સ. બીપીનભાઇ પટેલે આયોજનને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.