રાજકોટ શહેરના લાતી પ્લોટ, ગણેશનગર, ચામડીયા ખાટકીવાસ અને ભગવતીપરાના વેપારીઓ પાસેથી હપ્તા વસુલ કરવા સહિત 50 જેટલા જેટલા ગંભીર ગુનામાં સંડોવાયેલા ઇભલા અને તેના ચાર સાગરિતોએ ગતમોડી રાતે બી ડિવિઝન પોલીસ મથકના મહિલા એએસઆઇ પર હુમલો કર્યો હતો. ત્યારે મહિલા ASI પર હુમલો કરી નાસી છૂટનાર ઈભલાની ક્રાઇમ બ્રાન્ચએ ધરપકડ કરી છે.
પોલીસના ડર વિના જ અનેક ગુના આચરતો ઇભલોએ પોલીસની સરભરા કરતા ઘટના પ્રકાશમાં આવતા પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો હતો ત્યારે. મહિલા એએસઆઇની મદદે વધારાનો પોલીસ સ્ટાફે ઘટના સ્થળે પહોચી ઇભલાના ચાર સાગરીતોને ઝડપી લીધા છે પરંતુ કુખ્યાત ઇભલો ભાગી છુટયો હતો ત્યારે પોલીસની ઝડપી કામગીરીના લીધે કુખ્યાત આરોપી ઈભલો પોલીસના શંકજામાં છે.
શું હતો મામલો ??
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ બી ડિવિઝન પોલીસ મથકના ફરજ બજાવતા મહિલા એએસઆઇ અમિતાબેન વનરાજભાઇ બકુતરા, તેમના રાઇટર અને ડ્રાઇવર જુના મોરબી રોડ પર સિટી સ્ટેશન પાસે પેટ્રોલિંગમાં હતા ત્યારે એક સાથે ત્રણ બાઇક રસ્તો રોકીને ઉભા હતા ત્રણેય બાઇકને નંબર પ્લેટ ન હતી અને ચાર શખ્સો ત્યાં ઉભા હોવાથી આ રીતે રસ્તા પર અડચણ કેમ કરીને ઉભા છો. અને નંબર પ્લેટ વિનાના બાઇકના ડોક્યુમેન્ટ માગતા મામલો બીચકયો હતો.
ચારેય શખ્સો પૈકી ફિરોજ કરીમ કાથરોટીયાએ પોતાના ભાઇ ઈભલા ઉર્ફે ઇબ્રાહીમ કરીમ કાથરોટીયા સાથે મોબાઇલમાં વાત કરી ઘટના સ્થળે બોલાવ્યો હતો. થોડીવારમાં ઇભલો પોતાની કાર લઇને સિટી સ્ટેશન પાસે આવી ગયો હતો તે પહેલાં એએસઆઇ બકુતરાના રાઇટર ઇભલાના સાગરીતનું બાઇક કબ્જે કરી બી ડિવિઝન પોલીસ સ્ટેશન મુકવા ગયો હતો. તે દરમિયાન ઇભલો પોતાની કાર લઇને ઘટના સ્થળે ઘસી આવ્યો હતો. મહિલા એએસઆઇ બકુતરા અને તેમના ડ્રાઇવર બે જ હોવાથી ઇભલો અને તેના સાગરીતોએ મહિલા એએસઆઇ એ.વી.બકુતરા સાથે મોટા અવાજે ઝઘડો કરી ઉગ્ર બોલાચાલી કરી હતી. તેમજ ઝપાઝપી શરૂ કરી હતી.
એએસઆઇ બકુતરાએ વધારાનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે બોલાવ્યો હતો અને ઇભલાના બે સાગરીતોને પકડી રાખ્યા હતા. મહિલા એએસઆઇ બકુતરાની મદદે વધારાનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોચે તે દરમિયાન નામચીન ઇભલો પોતાની કાર લઇ ભાગી છુટયો હતો. પોલીસ સ્ટાફે ઇભલાના ભાઇ ફિરોજ કરીમ કાથરોટીયા, અશરફ, જયદીપ સોલંકી અને એક અજાણ્યા શખ્સને પકડી બી ડિવિઝન પોલીસ મથકે લઇ જઇ ચારેયની પોલીસ સ્ટાફે સરભરા કરી કાયદાના પાઠ ભણાવ્યા હતા. ભાગી છુટેલા ઇભલાને ઝડપી લેવા પોલીસ સ્ટાફની જુદી જુદી ટીમ બનાવી શોધખોળ હાથધરી છે.