ક્રેડાઇમાં નવા હોદેદારોની વરણી: યુવા ટીમ મજબુત બની
રાજકોટનાં ક્રેડાઈની જવાબદારી યુવા બિલ્ડરોનાં શીરે આપવામાં આવી છે. હવે યુવા બિલ્ડરો વડીલોનો સાથ સહકાર લઈને રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં વિકાસની કમાન સંભાળશે. આજરોજ રાજકોટમાં ક્રેડાઈનાં નવા હોદેદારોની વરણી કરવામાં આવી હતી. યુવા ટીમે જણાવ્યું હતું કે, સરકારે મોટાભાગનાં કામ પૂર્ણ કરવામાં ટેકો આપ્યો છે તેમનો સરકારનો આ સપોર્ટ જળવાય રહેશે તેવી આશા યુવા ટીમે વ્યકત કરી હતી.
શહેરના ક્રેડાય ગ્રુપના નવા હોદેદારોની વરણી કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે રણધીરસિંહ જાડેજા (અલય ગ્રુપ) જોઇન્ટ સેકેટરી ગુજરાતના રૂસીત ગોવાણી તથા ક્ધવેન્યર તરીકે રાજેન્દ્ર સોનવાણી, આદીત્યભાઈ લાખાણીની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.
ક્રેડાઇના આગામી કામ નવા જનરેશનમાંથી યંગ બીલ્ડરોને સાથે લઇને કેડાઇ મજબુત બને તથા પરેશભાઇ ગજેરા તથા માંધાતા ટીમના માર્ગદર્શન માં સફળતા પૂર્વક કામ કરીશું. તેવો વિશ્ર્વાસ યુવા ટીમ દ્વારા વ્યકત કરવામાં આવ્યો હતો.
અમારા મોટાભાગના પ્રશ્ર્નોનું નિરાકરણ સરકારે કર્યુ: રણધીરસિંહ જાડેજા
રણધીરસિંહ જાડેજા (અલય ગ્રુપ)એ અબતકને જણાવ્યું કે યુથ ટીમને એકટીવ કરવા માંગે છે તથા પુરતા પ્રયાસોથી ટીમને એકટીવ કરશે. પરેશભાઇ ગજેરાની સુજજબુજજ અને એમના માર્ગદર્શન થી યુથ ટીમને આગળ લઇ જશે. પુરાં પ્રયત્નો કરીએ છીએ કે રાજકોટના યુવા જે યંગ બિલ્ડરો છે તેને દિવસે દિવસે ટીમમાં સામીલ કરીએ છીએ અને બેડમિન્ટનમાં નવા ક્ધવીરો બનાવ્યા છે. અને તેઓ પણ ટીમમાં સાથે જ છે. ગર્વમેન્ટ તરફથી પણ ખુબ સારો સપોર્ટ હોય છે. જેવી રીતે કે નાના મોટા પ્રશ્ર્નોમાં ૯૫ ટકા રજુઆત હતી જેવી કે જયુડીશ્યલ ને લગતી, મહેસુલને લગતી તે પ્રશ્ર્નોમાં ગર્વમેન્ટનો સપોર્ટ રહે છે. અને પ્રશ્ર્નોનું નિરાકરણ થઇ ગયું છે.
સાઇટ પરના મજુરોના બાળકોના શિક્ષણ માટે કંઇક સાથે કરવાની વિચારણા: રૂસિત ગોવાણી
રૂશીત ગોવાણીએ જણાવ્યું કે તેઓ અહીં રાજપથ ગ્રુપ અને સંસ્કૃતિ ગ્રુપ તરીકે તેઓ કામગીરી બજાવે છે. ગુજરાત યુથ ટીમના જનસેક્રેટરી તરીકે તેની નિમણુંક કરવામાં આવી છે. આગામી દિવસોમાં તેમને જજ સેક્રેટરી તરીકે કામ કરવાનું છે. પ્રેસીડેન્ટ ધ્રુવિતભાઇ તલાવીયા તેમજ પરેશભાઇ ગજેરાના માર્ગદર્શન હેઠળ કામ કરવાનું થાય. અમારું વિઝન છે કે ગુજરાતના તમામ યુથ બિલ્ડર્સ ભેગા થયા અને મજબુત સંગઠન બનાવીએ અને ગુજરાત લેવલે ટીમ મજબુત થાય તેવું છે. વધુમાં જણાવ્યું કે સાઇટ પર કામ કરતા લેબરો (મજુરો)ના બાળકોની હેલ્થ અને એજયુકેશન માટે શું સારુ જઇ શકે તે માટે વિચારીએ છીએ. હાલ ગર્વમેન્ટને મળ્યા નથી પરંતુ મળીશું ત્યારે ચોકકસ સપોર્ટ મળશે તેવી આશા છે.