રાજકોટ શહેરમાં દિવસે ને દિવસે માર્ગ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. જેમાં થોડા દિવસ પહેલા જ કોર્પોરેશનની બેદરકારીના કારણે એક યુવાને પોતાનો જીવ ગુમાવ્યો હતો. ત્યારબાદ ગઈકાલ રાત્રિના જ એક યુવાન બસ સ્ટેન્ડ નજીકથી પોતાના ઘરે બાઈક પર જઈ રહ્યો હતો ત્યારે બોલેરો માં બાઈક ઘૂસી જતાં તેનું મોત નિપજ્યું હતું.ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે.જેમાં માધાપર ચોકડી પાસે પોતાનું બાઈક લઇ સીપી ઓફીસમાં જુનિયર કલાર્ક તરીકે ફરજ બજાવતા પ્રોઢ નવા બનતા ઘરેથી પરત ફરી રહ્યા હતા ત્યારે પૂરપાટ ઝડપે આવતા ડમ્પરે ઠોકર તેમનું ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી જાય તેના મૃતદેહને પીએમ અર્થે ખસેડવાની કામગીરી હાથધરી હતી.
નવા બનતા મકાને આટો મારી બાઈક પર પરત ફરતી વેળાએ ડમ્પરે ઠોકર મારતા કાળનો કોળિયો બન્યા
બનાવની વિગત અનુસાર ધરમ નગર ટોકીઝ પાછળ આવેલ સરકારી ક્વોટરમાં રહેતા અને પોલીસ કમિશનર કચેરીમાં રજીસ્ટર ખાતામાં જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા પ્રવીણભાઈ વીરજીભાઇ વાઘેલા નામના 57 પ્રોઢ આજે સવારના સમયે બાઈક લઇ માધાપર ચોકડી નજીક પોતાનું નવું બનતો મકાને આટો મારી ધરમ નગર તરફ પરત ફરી રહ્યા હતા ત્યારે માધાપર ચોકડી નજીક ઝડપે આવતા ડમ્પર એ તેના બાઈકને ઠોકર મારતા તેના માથાના ભાગે ગંભીર રીતે ઈજા પહોંચતા તેનું ઘટના સ્થળે જ કમ કમાટી ભર્યું મોત નીપજ્યું હતું બનાવની જાણ થતા જ પોલીસ સ્ટાફ અને તેના પરિવારજનો ઘટના સ્થળે દોડી ગયા હતા. અને પ્રાથમિક પૂછતા જ કરતા જાણવા મળ્યું હતું કે તેઓને સંતાનમાં બે પુત્ર છે અને તે બે ભાઈ અને બે બહેનમાં વચ્ચેના હતા. જ્યારે તેના ભાઈ પોલીસ ક્ધટ્રોલ રૂમમાં ફરજ બજાવે છે.
બનાવ પગલે પોલીસે અજાણ્યા ડમ્પર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથધરી છે.બનાવથી મૃતકના પરિવાર અને પોલીસ બેડામાં શોકનું મોજુ ફરી વળ્યુ છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરમાં દિવસેને દિવસે અકસ્માતના અનેક બનાવો બની રહ્યા છે. જેમાં બાર કલાકમાં બે અકસ્માતના બનાવો સામે આવ્યા છે.