કોર્ટના હુકમથી મુદામાલ છોડાવવા ગયેલા અરજદારને અન્ય માલ ધાબડી માર મારતા અદાલતમાં દાદ માંગવામાં આવી ‘તી

ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં મુદ્દામાલ છોડાવવા ગયેલ મુળ ફરિયાદી વેપારીને  મુળ મુદ્દામાલનું સિંગતેલના બદલે  કપાસિયાનું તેલ લઈ જવા ફરજ પાડી  માર મારવાના પ્રકરણમાં અદાલતમાં  સી.સી.ટી.વી. ફુટેજ નહિ રજૂ કરવા મામલે પી.આઈ. ગાંધીગ્રામ દ્વારા કરાયેલા બે વિરોધાભાષી ખુલાસા તથા અધુરી અને ટેમ્પરિંગવાળો પુરાવો અદાલત સમક્ષ રજુ કરતા અદાલતના હુકમની અવહેલના કરનાર ગાંધીગ્રામ પી.આઈ. વિરૂધ્ધ કારણદર્શક નોટીસ ઈસ્યુ કાઢી ખુલાસો ક2વા આદેશ ફરમાવતા મુદામાલ પ્રકરણે ફરી ચર્ચા જગાવી છે.

બનાવની વિગત મુજબ  ગાંધીગ્રામ પોલીસસ્ટેશનમાં  ગઇ તા.5/07/2022ના જાનકી મિનિ ઓઇલ મિલના ધંધાર્થી  સામે સિંગતેલના મેળવી પેમેન્ટ ન કરી ન રૂા.94,870ની છેતરપિંડીની ફરીયાદ નોંધાવ્યા બાબતે તપાસના કામે પોલીસે આરોપી પાસેથી મુદામાલ કબજે કરેલા 34 સિંગતેલના ડબ્બા વેપારીને પરત કરવા કોર્ટે હુકમ કર્યો હતો, પરંતુ વેપારીને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશને  મુદામાલમાં સીંગતેલના ડબ્બાની જગ્યાએ કપાસીયા તેલના ડબ્બા સોંપવાની કોશિશ અને  પોલીસ સ્ટેશનમાં મારકુટ થયા મામલે અદાલતે  કરેલા હુકમથી સી.સી.ટી.વી. ફુટેજ સાથે પોલીસ સ્ટેશનના પી.આઇ.ને અદાલતમાં હાજર રહી જેમાં વરસાદના કારણે ટેકનિકલ ખામીથી કેમેરા બંધ હોવાનું બાદ ઈલેક્ટ્રીક ઝટકાના કારણે ટેકનિકલ ખામીના કારણે સી.સી.ટી.વી. કેમેરા બંધ હોવાના બે અલગ અલગ અને વિરોધાભાસી કારણો દર્શાવ્યા હતા.

તેમજ અદાલતના આદેશની અવહેલના કરી અમુક હકીકતોની પુર્તતા કરેલી ન હતી અને  અદાલતના આદેશ બાદ પણ જે મુદામાલ સંબંધે પોલીસે  સાચો જવાબ આપેલ નથી, પણ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટની ગાઈડલાઈન્સ મુજબ ઓછામાં ઓછા છ માસનું અને વધુમાં વધુ સી.સી ટી.વી. ફૂટેજના ડેટા સાચવી રાખવા સબંધની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવે છે કે કેમ ? ડીસ્ટાફ રૂમમાં શા માટે અને કઈ ગાઈડલાઈન્સના આધારે સી.સી.ટી.વી. કેમેરા રાખવામાં આવેલ નથી? પોલીસ સ્ટેશનમાંથી સી.સી.ટી.વી. કેમેરાનું ફુટેજ આર.ટી.આઈ.ના માધ્યમથી ઓડીયો તથા વીડીયો રેકોર્ડિંગ માગવામાં આવે તો આપવામાં આવે છે કેમ? ઉપરોક્ત હકીક્તો સોગંદ ઉપર શા માટે જાહેર કરવામાં આવેલ નથી?  સી.સી.ટી.વી. કેમેરા બંધ હોવાના બે અલગ અલગ કારણો શેના આધારે આપવામાં આવેલાં અને રજુ કરેલ સી.સી.ટી.વી. ફુટેજમાં બીજ માળનું સી.સી.ટી.વી. ફુટેજ  ક્રોપ કરી છેડછાડ કરી શા માટે રજુ કરેલા, ઘટનામાં જે  પોલીસવાળા સામેલ હતા, તેઓના પુરા નામ, સરનામા, બકલ નંબર સહીતની વિગત શા માટે 2જુ ક2વામાં આવેલ નથી ? વિગેરે મુદ્દાઓ ઉપસ્થિત કરી  અદાલતના હુકમની અવહેલના કરવા બદલ પી.આઈ. ગાંધીગ્રામનાઓ વિરૂધ્ધ કાનૂની કાર્યવાહી કરવા રજુઆત કરવામાં આવી હતી.

અરજીની તમામ હકીકતો ધ્યાને લઈ  એડી. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા ગાંધીગ્રામના પોલીસ ઈન્સપેક્ટરે અરજદારની અરજી અન્વયે ખુલાસો કરવા આદેશ કરતો હુકમ ફરમાવવામાં આવ્યો છે . આ કામે ફરિયાદી વતી એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી, ચેતન ચોવટીયા, પાર્થ સંઘાણી, મંથન વીરડીયા, રીપલ ગેવરીયા, ભાવીક ફેફર, મીહીર દાવડા અને  કિશન માંડલીયા રોકાયા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.