પાંચ દીકરીઓના વાલી બની પ્રાથમિક શિક્ષણથી કોલેજ સુધીના અભ્યાસની તમામ ફીની જવાબદારી ઉપાડવા ઉપરાંત 81 બાળકોને પ્રધાનમંત્રી વીમા સુરક્ષા કવચ આપવાનો જાડેજા પરિવારનો નિર્ધાર
અબતક, રાજકોટ
દીકરી એટલે પ્રસાદમાં મળેલ સાક્ષાત ઇશ્વર, દીકરી એટલે લાગણીઓનો ભંડાર, વાત્સલ્યનો ખજાનો, સંવેદના નો સુર અને પ્રેમ નો એવો દરિયો કે જેનો કયારેય કિનારો જ નથી આવતો. દીકરી જ્યારે એક વર્ષની થાય ત્યારે પરિવારમાં ખુશીનો પાર નથી રહેતો ત્યારે જાડેજા પરિવારની કુ. વનિશાબા પણ પ્રથમ વર્ષ પૂર્ણ કરશે ત્યારે જે.એમ.જે. ગ્રૂપના એમ.ડી. મયુરધ્વજસિંહ જાડેજાએ તેમની લાડકીના જન્મદિવસને સામાજિક દાયિત્વનો અવસર બનાવી વધાવવાનો અનોખો નિર્ણય કર્યો છે.
કુ.વનિશાબા મયૂરધ્વજસિંહ જાડેજાનો આજ રોજ પહોલો જન્મદિવસ છે. જેના અનુસંધાને સામાજિક અભિયાનના ભાગરૂપે “દીદી નો દીદી ને વ્હાલ” કાર્યક્રમના અવસરે રાજ્યના મંત્રીઓ કુંવરજીભાઇ બાવળીયા, જયેશભાઇ રાદડીયા, આર.સી.ફળદુ, ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), સાંસદો રામભાઇ મોકરીયા, વિનોદભાઇ ચાવડા, મેયર ડો.પ્રદિપ ડવ, મ્યુ.ફાયનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, ભાજપ અગ્રણી નિતીનભાઇ ભારદ્વાજ, જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદર, ભાજપ શહેર પ્રમુખ કમલેશ મિરાણી, જિલ્લા પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા, સાપર વેરાવળ ઇન્ડ.ચેરમેન રમેશભાઇ ટીલારા, ભાજપ અગ્રણી ચેતનભાઇ રામાણી, ભાજપ મહિલા પાંખ પ્રદેશ અધ્યક્ષ રીવાબા રવિન્દ્રસિંહ જાડેજા, ધારાસભ્યો ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઇ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુ, પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, મ્યુ. કમિશ્નર અમીત અરોરા, ડી.આઇ.જી. સંદીપસિંહ, અમદાવાદ જો.પોલીસ કમિશ્નર મયંકસિંહ ચાવડા, પી.જી.વી.સી.એલ.ના એમ.ડી. ધીમંત વ્યાસ, એડી. વિકાસ કમિશ્નર ગાંધીનગર ડી.ડી.જાડેજા સૌરાષ્ટ્ર યુનિ.ના વાઇસ ચાન્સેલર ડો.વિજય દેસાણી, ડી.સી.પી. મનોહરસિંહ જાડેજા, ડે.મેયર દર્શિતાબેન શાહ, સ્ટે. ચેરમેન પુષ્કર પટેલ, માર્કેટીંગ યાર્ડ ચેરમેન ડી.કે. સખીયા, ભાજપ શહેર મહામંત્રીઓ કિશોરભાઇ રાઠોડ, નાગદાન ચાવડા, ભાજપ પ્રદેશ સાંસ્કૃતિક સેલ ક્ધવીનર બિહારી હેમુ ગઢવી, પુજીત રૂપાણી ટ્રસ્ટના અમીનેશ રૂપાણી, સી.એમ.ડી.એમલેલ્સ મૌલેશ ઉકાણી તથા સોનમ ક્લોકસના જયેશભાઇ શાહ રહેશે વગેરે મહાનુભાવોની ઉપસ્થિતિમાં રખાયો છે.
કુ. વનિશાબાના જન્મદિવસની ભેટરૂપે આ તમામ બાળકોને પ્રતિમાસ રાજકોટ સહિત આસપાસના સ્થળોએ તદ્દન નિ:શુલ્ક પીકનીક
જેમાં કોરોનામાં માતા – પિતાનું છત્ર ગુમાવનાર રાજકોટ શહેરની પાંચ દીકરીઓના વાલી બની પ્રાથમિક શિક્ષણથી માંડી કોલેજ સુધીના અભ્યાસની તમામ ફીની જવાબદારી ઉપાડવા જાડેજા પરિવારે સંકલ્પ કર્યો છે.આ કાર્યક્રમના મુખ્ય ઉદ્દેશ રૂપે કોરોના કાળમાં માતા – પિતાની છત્રછાયા ગુમાવનાર 81 બાળકોને પ્રધાનમંત્રી વીમા સુરક્ષા કવચ પણ આપવાનો જાડેજા પરિવારે નિર્ધાર કર્યો છે. એટલું જ નહીં કુ.વનિશાબાના જન્મદિવસની ભેટરૂપે આ તમામ બાળકોને પ્રતિમાસ રાજકોટ સહિત આસપાસના સ્થળોએ તદ્દન નિ:શુલ્ક પીકનીક પર લઇ જવાની જવાબદારી પણ જાડેજા પરિવારે સ્વીકારી છે.
સમાજ માટે પ્રેરણારૂપ આ સામાજિક દાયિત્વના સ્નેહભિના અવસરે મુખ્ય વક્તા તરીકે જાણીતા લેખક – વક્તા જય વસાવડા તેમજ કિર્તીદાન ગઢવી અને સાંઇરામ દવે વિશેષ ઉપસ્થિત રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, જે.એમ.જે. ગ્રુપ દ્વારા સામાજિક યોગદાનરૂપે ડિસેમ્બર ર019માં 86 દિકરિઓને કરિયાવર સાથે સર્વજ્ઞાતિ સમુહ લગ્નોત્સવનું આયોજન, કોરોના કાળની પ્રથમ લહેરમાં પ્રતિદિન 25000 લોકોને ભોજન ભંડારો તેમજ કોરોનાની બીજી લહેરમાં 7000 ઓક્સિજનના બાટલાની અથાગ સેવા જેવા કાર્યો પણ સમાજને અર્પણ કરાયા છે.
દિકરીએ સર્જ્યો જાડેજા પરિવારનો સખાવતનો દરીયો
જે.એમ.જે. ગૃપના ફાઉન્ડર મયુરધ્વજસિંહ જાડેજાએ જણાવ્યું કે જેના ઘરમાં દિકરીનો જન્મ થાય તે વ્યક્તિ નસીબદાર કહેવાય. દિકરીબા વનીસાબાના જન્મ દિવસ નિમિતે ફૂલ નહિ તો ફૂલની પાંખડીની જેમ બનતા સેવાકાર્ય કરવાનો પ્રયાસ અમે કર્યો છે. દિકરી વ્હાલનો દરીયો કહેવાય છે. વનીસાબા ભવિષ્યમાં પોતાના જન્મ દિવસને યાદ કરે અને તેમને અલગ પ્રેરણા મળે માટે આ કાર્ય કરવામાં આવ્યું છે. છેલ્લા એક વર્ષ અને પહેલાના જીવનમાં ઘણો ફરક છે. વનીસાબાના જન્મ બાદ ઘરની રોનક જ બદલી છે. ઘરની બહાર હોઇએ ત્યારે હંમેશા ઘરે જવાની ઉતાવળ રહે છે. ખાસ તો જાડેજા પરિવાર લોકોને મદદરૂપ થવા હંમેશા પ્રયાસો કરતા રહ્યાં છે. ત્યારે વનીશાબાના જન્મ દિવસ સેવાકાર્ય કરવાથી આગળ જતા તેમને પણ પ્રેરણા મળે તે માટે અને કોવિડની સ્થિતિમાં માતા-પિતાની છાયાં ગુમાવનાર બાળકોને લાભ થાય તે માટે આ સેવાકાર્ય કરાયું છે.