તસ્કરો ચાંદીની મૂર્તિ, રોકડ રિવોલ્વર અને કારતુસ મળી રૂ ૨.૮૬ લાખની મત્તાનો કર્યો હાથ ધેરો
ચોટીલાના થાનગઢ રોડ પર આવેલી સિઘ્ધનાથ કોટેક્ષ જીનીંગની ઓફીસરમાં તસ્કરોએ રિવોલ્વર અને કારતૂસ સહીત રૂ ૨.૮૬ લાખની ચોરી થયાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે.
પ્રાપ્ત માહીતી મુજબ રાજકોટમા ૧૫૦ ફુટ રીંગ રોડ પર રહેતા અને થાનગઢ રોડ પર કોટેક્ષ જીનીંગ મીલ ધરાવતા સુરેશભાઇ ગોવિંદભાઇ લુણાગરીયાની જીનની પોતાની ઓફીસમાં તસ્કરોએ કાઉન્ટરના ખાના તોડી થેલામાં રહેલી પરવાના વાળી રીવોલ્વર અને છ જીવતા કારતુસ ૩ ચાંદીની મુર્તિ, એક ચાંદીનો સિકકો અને રોડક ૧.૯૦ લાખ મળી કુલ રૂ ૨.૮૬ લાખની મત્તાની ચોરી થયાની ફરીયાદ ચોટીલા પોલીસ મથકમાં નોંધાવી છે.
ચોટીાલ પોલીસ ફરીયાદના આધારે ઘટના સ્થળે પહોંચી ચોરીનો ભેદ ઉકેલવા સીસી ટીવી કુટેજ ડોગ સ્કવોડ અને એફએસએલની મદદ લઇ તસ્કરોને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.