ઉમેદવારોને 100-100ના સ્લોટમાં બોલાવવામાં આવશે: જે માટે ઉમેદવારોને કોલ લેટર ડાઉનલોડ કરવા એસ.એમ.એસ.થી જાણ કરાઇ
રાજકોટ મહાનગરપાલિકાની જુનિયર ક્લાર્કની કુલ-122 જગ્યાઓ માટે તા.24 ઓકટોબરે રાજ્યના કુલ-06 કેન્દ્રો રાજકોટ, અમદાવાદ, સુરત, ગાંધીનગર, જુનાગઢ અને જામનગર ખાતે લેખિત પરીક્ષા લેવામાં આવેલ હતી આ લેખિત પરીક્ષાના કુલ ઉમેદવારો-45,397 નોંધાયેલ હતા. આ લેખિત પરીક્ષાના મેરીટ લીસ્ટ મુજબ તા.22/1 અને તા.23ના રોજ ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને કોમ્પ્યુટર પ્રેક્ટિકલ ટેસ્ટનું આયોજન કરવામાં આવશે.
રાજકોટ મહાનગરપાલિકાની જુનિયર ક્લાર્ક સંવર્ગની લેખિત પરીક્ષાનું પરિણામ તા.07નાં રોજ રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. આ જગ્યાના કેટેગરી વાઈઝ મેરીટનાં અગ્રતાક્રમ ધરાવતા ઉમેદવારોનું મેરીટ લીસ્ટ પ્રસિઘ્ધ કરાયું છે. આ જગ્યાઓનાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને કોમ્પ્યુટર પ્રેક્ટિકલ ટેસ્ટનું આયોજન તા.22 અને તા.23ના રોજ એ.વી.પારેખ ટેકનીકલ ઇન્સ્ટીટયુટ, હેમુ ગઢવી હોલ સામે, ટાગોર રોડ, રાજકોટ ખાતે કરવામાં આવેલ છે જે અંગે પાત્રતા ધરાવતા ઉમેદવારોને 100-100ના સ્લોટમાં બોલાવવામાં આવેલ છે. જે માટે ઉમેદવારોને કોલ લેટર ડાઉનલોડ કરવા એસ.એમ.એસ.થી જાણ કરવામાં આવેલ છે.
ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને કોમ્પ્યુટર પ્રેક્ટિકલ ટેસ્ટનું સંપૂર્ણ આયોજન મ્યુનિ. કમિશનર અમિત અરોરાના આદેશ અને માર્ગદર્શન હેઠળ નાયબ મ્યુનિ. કમિશનર આશિષ કુમાર, સહાયક કમિશનર સમીર ધડુક, આસી. મેનેજર વિપુલ ઘોણીયા તથા મહેકમ શાખા દ્વારા કરવામાં આવેલ છે જે અંગે કોવીડ-19ની ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન કરવામાં આવે તે રીતે 100-100ના સ્લોટમાં ઉમેદવારોને બોલાવવામાં આવેલ છે.