ઉદ્યોગો, સરકારી સંસ્થા અને ખેડૂતોને પાણી વેંચાતુ અપાશે
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અલગ-અલગ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ટ્રીટ ટ્રીટેડ વેસ્ટ વોટરનું વેંચાણ કરવામાં આવશે. આ માટે ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યા છે. ટેન્ડરની અવધી 31 જુલાઇ સુધીની છે.
ઔદ્યોગીક હેતુ માટે ટ્રીટેડ વેસ્ટ વોટરની ખરીદી કરવા માંગતા ખાનગી ઉદ્યોગો, કેન્દ્ર અને રાજ્ય સરકારના સાહસો, ગુજરાત ઔદ્યોગીક વિકાસ નિગમ, વીજ કંપનીઓ તથા બિન ખેતી માટે ટ્રીટેડ વોટરના વપરાશ કર્તા માટે પ્રતિ 1000 લીટરનો ભાવ વર્ષ-2023-2024માં રૂા.23.03, વર્ષ-2024/25માં રૂા.25.33 અને વર્ષ-2025-2026 માટે રૂા.27.87 નિયત કરવામાં આવ્યો છે.
જ્યારે ખેડૂતો જો આ પાણી ખરીદ કરવા માંગતું હશે તો વહેણ સિંચાઇ માટે પ્રતિ હેક્ટર પ્રતિ વર્ષ રૂા.26751.59, ચાલુ વર્ષ માટે જ્યારે વર્ષ-2025/26 માટે રૂ.28757.96 અને વર્ષ-2026/27 માટે રૂા.30914.80 નિયત કરાયો છે. ખેડૂતો દ્વારા જો પાણી ઉપાડવામાં આવે તો પ્રતિ હેક્ટર વર્ષ-2023/24 માટે રૂા.8917, વર્ષ-2024/2025 માટે રૂા.9585.99 અને વર્ષ-2025/26 માટે રૂા.10304.93 નિયત કરવામાં આવ્યા છે.