‘મેરી લાઇફ, મેરા સ્વચ્છ શહેર’ રાષ્ટ્રીય અભિયાન અંતર્ગત રિડયુસ, રિયુઝ એન્ડ રિસાયકલ સેન્ટર સેન્ટરોનો આજથી પ્રારંભ :૫ જૂન સુધી વસ્તુઓનો સ્વીકાર કરાશે
રાજકોટ મહાનગરપાલિકા દ્રારા ‘મેરી લાઇફ, મેરા સ્વચ્છ શહેર’રાષ્ટ્રીય અભિયાન અંતર્ગત રિડયુસ, રિયુઝ એન્ડ રિસાયકલ સેન્ટર સેન્ટરોનો પ્રારંભ કરવામાં આવ્યો છે.જ્યાં શહેરીજનો પ્લાસ્ટીકની વસ્તુઓ, જુની પુસ્તકો વપરાયેલ કપડાં, ફુટવેર વગેરે આપી શકશે
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગત વર્ષે વૈશ્વિક નેટવર્કને પ્રોત્સાહન આપવા માટે મિશન લાઇફ (પર્યાવરણ માટેની જીવનશૈલી)ની જાહેરાત કરી છે. સ્વચ્છ ભારત મિશન-અર્બન ૨.૦, આવાસ અને શહેરી મંત્રાલય દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ સુધી ‘મેરી લાઇફ, મેરા સ્વચ્છ શહેર’ નામનું રાષ્ટ્રીય અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે.
આ અભિયાન અન્વયે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દરેક વોર્ડ ઓફિસ ખાતે આજથી રિડયુસ, રિયુઝ એન્ડ રિસાયકલ સેન્ટર સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે જેનો બહોળી સંખ્યામાં નાગરિકોને જોડાવા મેયર ડો. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિ. કમિશનર આનંદ પટેલ અને સેનિટેશન સમિતિના ચેરમેન અશ્વિનભાઈ પાંભર દ્વારા અનુરોધ કરાવામાં આવે છે.
આ અભિયાન હેઠળ તમામ શહેરોમાં વિશ્વ પર્યાવરણ દિવસ સુધી રિડયુસ, રિયુઝ એન્ડ રિસાયકલ સેન્ટર સેન્ટરો શરૂ કરવામાં આવેલ છે. જયાં નાગરીકો પોતાની વપરાયેલી પ્લાસ્ટીકની વસ્તુઓ, જુના પુસ્તકો, વપરાયેલ કપડાં, વપરાયેલા ફુટવેર વગેરે આપી શકશે.
આ અભિયાન અન્વયે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દરેક વોર્ડની વોર્ડ ઓફિસ ખાતે રિડયુસ, રિયુઝ એન્ડ રિસાયકલ સેન્ટર સેન્ટરો બનાવવામાં આવેલ છે. જે રિડયુસ, રિયુઝ એન્ડ રિસાયકલ સેન્ટર સેન્ટરો ઉપર 5 જૂન સુધી સવારે ૭ થી બપોરે ૧ વાગ્યા સુધી નાગરીકો પોતાની વપરાયેલી પ્લાસ્ટીકની વસ્તુઓ, જુની પુસ્તકો વપરાયેલ કપડાં, ફુટવેર વગેરે આપી શકશે.