જનરલ બોર્ડની બેઠક પૂર્ણ થયા બાદ તરંત સ્ટેન્ડિંગ કમિટીની મીટિંગ: ચૂંટણીની આચાર સંહિતા અમલમાં હોય એક પણ દરખાસ્ત પર નિર્ણય નહિ લેવાય

રાજકોટ મહાનગર પાલિકામાં આવતીકાલે જનરલ બોર્ડની બેઠક અને સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળશે. હાલ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની આચાર સંહિતા અમલમાં હોવાના કારણે બોર્ડ કે સ્ટેન્ડિંગમાં એકપણ દરખાસ્ત અંગે નિર્ણય લેવામાં આવશે નહિ. તમામ દરખાસ્તો પેન્ડિંગ રાખવામાં આવશે. જીપીએમસી એક્ટના નિયમ મુજબ કોર્પોરેશનમાં દર બે મહિને સામાન્ય સભા બોલાવવવી ફરજિયાત છે.

જ્યારે દર મહિને નિયમ મુજબ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બોલાવવી પડે છે. હાલ સમય મર્યાદા પૂર્ણ થવામાં હોય આવતીકાલે સવારે 11 કલાકે કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીની એક બેઠક મળશે. જેમાં મંજૂરી અર્થે અલગ-અલગ 12 દરખાસ્તો રજૂ કરવામાં આવી છે.

હાલ વિધાનસભાની ચૂંટણીની આચાર સંહિતા અમલમાં હોવાના કારણે બોર્ડ બેઠક માત્ર ‘વંદે માતરમ્’ ગાન પુરતું સિમિત રહેશે. ગેરલાયક ઠરેલાં વશરામ સાગઠીયા કે કોમલબેન ભારાઇ બોર્ડમાં હાજરી આપી શકશે નહિ. દરમિયાન બોર્ડ બેઠક પૂર્ણ થતાંની સાથે જ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળશે. જેમાં મંજૂરી અર્થે 11 દરખાસ્તો રજૂ કરવામાં આવી છે.

જેમાં સોલીડ મેનેજમેન્ટ પ્રોજેક્ટ તથા નેશનલ ઇન્ફ્રોમેટીંક સેન્ટ્રલ સર્વિસીસ એન્ડ કોર્પોરેટેડની કામગીરી માટે ક્ધસલ્ટન્ટની નિમણૂંક કરવા, જીમ માટે સાધનોની ખરીદ કરવા, આતશબાજીનો ખર્ચ મંજૂર કરવા, વંદે ગુજરાત યાત્રામાં થયેલા ખર્ચને બહાલી આપવા, આધાર કાર્ડ નોંધણી માટે નવી 14 નંગ કિટ ખરીદવા સહિતની 11 દરખાસ્તો રજૂ કરાઇ છે. જે તમામ પેન્ડિંગ રાખવામાં આવશે.

આચાર સંહિતા પૂર્ણ થયા બાદ મળનારી સ્ટેન્ડિંગ કમિટીની પ્રથમ બેઠકમાં તમામ દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.