અબતક, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાની વિવિધ શાખાઓ દ્વારા આજથી વન વીક વન રોડ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આજે સવારથી કોર્પોરેશનની વિવિધ શાખાઓનો કાફલો શહેરના રૈયા રોડ પર ત્રાટક્યો હતો. જેમાં અલગ અલગ 5 કોમ્પ્લેક્ષના માર્જિન પાર્કિંગમાં ખડકાયેલા પતરાની કેબીન સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. વેરા વસુલાત શાખા દ્વારા પણ 71 આસામીઓ પાસેથી 16.80 લાખનો બાકી વેરો વસુલ કરવામાં આવ્યો હતો.
48 માર્ગો પર વન વીક, વન રોડ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં વેસ્ટ ઝોન વિસ્તારના રૈયા રોડ ખાતે જુદા જુદા પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ફૂટપાથ અને રોડ સમારકામ, હંગામી દબાણ હટાવવું, રોડનું સ્ટ્રક્ચર અને રોડ સારો દેખાય તે પ્રકારે હાલ કામગીરી ચાલુ છે.
સદ્ગુરૂ તિર્થધામ, અંબિકા કોમ્પલેક્ષ, અંજલી એપાર્ટમેન્ટ, અંબા આશિષ કોમ્પલેક્ષમાં માર્જીનની જગ્યામાંથી દબાણો દૂર કરાયા: વેરા વસુલાત શાખાએ પણ 71 આસામીઓ પાસેથી વસુલ્યો રૂા.16.80 લાખનો બાકી ટેક્સ
ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા વોર્ડ નં. 8માં યોગેશભાઈ ગોસ્વામી (અપૂર્વ કોમ્પલેક્ષ, સદગુરૂ તીર્થધામ કોમ્પલેક્ષ, રૈયા રોડ), વોર્ડ નં. 9માં જયેશભાઈ આહીર (જલારામ ઢોસા – અંબિકા કોમ્પલેક્ષ, રૈયા ચોકડી પાસે), વોર્ડ નં. 2માં અંજલી શુઝ (અંજલી એપાર્ટમેન્ટ, રૈયા રોડ, આરાધના ટી. સ્ટોલની બાજુમાં), વોર્ડ નં. 2માં ચામુંડા ટી સ્ટોલ (શ્રી અંબા આશિષ કોમ્પલેક્ષ, હનુમાન મઢી ચોક પાસે), વોર્ડ નં. 2માં રાધે પાન (શ્રી અંબા આશિષ કોમ્પલેક્ષ, હનુમાન મઢી ચોક પાસે) વિગેરે આસામીઓને ત્યાં સાઈડ માર્જીનમાં પતરાની કેબીનનું તેમજ માર્જીનમાં પતરાનું દબાણ દુર કરવામાં આવ્યું હતું.
વેરા વસુલાત શાખા દ્વારા વોર્ડ નં. 8માં સાકેત પ્લાઝા, કિંગ પ્લાઝા, ઇન્દ્રપ્રસ્થ એપાર્ટમેન્ટ, વિગેરેમાંથી કુલ 35 મિલ્કતો પાસેથી કુલ રૂ. 6 લાખ 85 હજાર રૂપિયા, વોર્ડ નં. 9માં અંબિકા કોમ્પલેક્સ, ટ્રિનિટી ટાવર, નક્ષત્ર-7, વિગેરે માંથી કુલ 12 મિલ્કતો પાસેથી કુલ રૂ. 1 લાખ 36 હજાર રૂપિયા, તેમજ 6 આસામીઓ પાસેથી 31 હજાર રૂપિયા કુલ મળી 1 લાખ 66 હજાર રૂપિયા, વોર્ડ નં. 10માં કાકા કોમ્પલેક્સ, પ્રણવ કોમ્પલેક્સ, હનુમાનમઢી ચોક, તિરૂપતિ નગર અને જીવન નગર વિસ્તારની મિલ્કતો, વિગેરેમાંથી કુલ 17 મિલ્કતો પાસેથી કુલ રૂ. 8 લાખ 17 હજાર રૂપિયા, વોર્ડ નં. 1માં આવેલ રૈયા રોડ પરની 5 મિલ્કતો માંથી કુલ 42 હજાર રૂપિયા સહીત આજે કુલ 71 આસામીઓ પાસેથી કુલ રૂપિયા 16,80,495/- ના વેરાની વસુલાત કરવામાં આવી હતી.
ગંદકી કરનાર-પ્લાસ્ટીક વાપરતા 31 વેપારીઓને દંડ ઝીંક્યો
વન વીક, વન રોડ ઝુંબેશ અંતર્ગત આજે સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની વેસ્ટ ઝોનની ટીમ દ્વારા ચા-પાનનાં ગલ્લા, કરીયાણાની દુકાનોનું ચેકિંગ કરી જાહેરમાં કચરો ફેકનાર/ગંદકી કરનાર/ડસ્ટબીન ન રાખનાર, પ્રતિબંધિત પ્લાસ્ટીકનો વપરાશ કરનાર દુકાનદારો સામે કડક કાર્યવાહી કરી 05 કિલો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરી કુલ 22 દુકાનદારો પાસેથી રૂ. 10,000/- નો વહીવટી ચાર્જની વસુલાત કરવામાં આવી હતી.
સેન્ટ્રલ ઝોનની ટીમ દ્વારા રૈયા રોડ પર આવેલ દુકાનદારો પાસેથી જાહેરમાં કચરો ફેકનાર / ગંદકી કરનાર 09 આસામીઓ પાસેથી રૂ. 4,100/- નો વહીવટી ચાર્જ, પ્રતિબંધિત પ્લાસ્ટીકનો વપરાશ કરનાર 05 આસામીઓ પાસેથી રૂ. 2,250/- નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ તેમજ વિસ્તારના કુલ 08 પબ્લીક ટોઇલેટની સફાઈ પણ કરવામાં આવી હતી.