અનહાઇજેનીંક ક્ધડીશન સબબ નોટિસ: રામકૃષ્ણ ડેરીમાંથી સંગમ કતરી, જય સીયારામ પેંડાવાળાને ત્યાંથી સ્પેશિયલ કેશર ઘારી અને શ્રીજી’સ સ્વીટ્સમાંથી મેસૂબનો નમૂનો લેવાયો
નવરાત્રિ અને દશેરાના તહેવારમાં મિઠાઇઓનું વેંચાણ વધુ પ્રમાણમાં થતું હોય કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા મીઠાઇના ઉત્પાદન સ્થળો પર ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.
આજે યાજ્ઞિક રોડ પર રામકૃષ્ણ ડેરી અને રઘુનંદન જય સિયારામ પેંડાવાળા અને સરદાર નગર મેઇન રોડ પર શ્રીજી’સ સ્વીટ્સમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. અખાદ્ય ખોરાકના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો અને અનહાઇજેનીંક ક્ધડીશન સબબ નોટિસ ફટકારી નમૂના લેવાની કામગીરી કરવામાં આવી હતી.
શહેરના 22-ન્યૂ જાગનાથ પ્લોટમાં મહાકાળી મંદિરવાળી શેરીમાં આવેલી કિસાનભાઇ મુકેશભાઇ ખોયાણીની માલીકીની રામકૃષ્ણ ડેરી ફાર્મમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરાયેલી સાત કિલો વાસી મીઠાઇનો નાશ કરવામાં આવ્યો હતો. હાઇજેનીંક સ્ટોેરેજ રાખવા, ફ્લોરીંગ અને દિવાલો રીપેરીંગ કરવા ઉત્પાદન સ્થળોએ ધૂળ અને ચીકાશ દૂર કરવા તથા કામદારોના મેડિકલ સર્ટીફીકેટ સમયાંતરે રજૂ કરવા ઉપરાંત મિઠાઇ પર યુઝ બાય ડેઇટ દર્શાવવા માટે નોટિસ આપવામાં આવી હતી.
જ્યારે સંગમ કતરી મિઠાઇનો નમૂનો લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત યાજ્ઞિક રોડ પર ક્ધયા છાત્રાલયની સામે ચંદ્રેશભાઇ નાનજીભાઇ પટેલની માલીકીના રઘુનંદન જય સીયારામ પેંડાવાળાને ત્યાં ચેકીંગ દરમિયાન અનહાઇજેનીંક ક્ધડીશન સહિતની ક્ષતિ સબબ નોટિસ આપવામાં આવી હતી. સ્પેશિયલ કેશર ઘારી મિઠાઇનો નમૂનો લેવામાં આવ્યો હતો.
ત્યારબાદ આરોગ્ય શાખાનો કાફલો શહેરના સરદાર નગર મેઇન રોડ પર આવેલી શ્રીજી’સ સ્વીટ્સમાં ત્રાટક્યો હતો. અહિં ચેકીંગ દરમિયાન પેઢીના માલીક રવિભાઇ એચ. રાયઠઠ્ઠાને ફૂડ લાઇસન્સ સહિતની બાબતે નોટિસ આપી ટોપરાનો મેસૂબનો નમૂનો લઇ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો છે. એ.જી. ચોક અને કાલાવડ રોડ પર હોર્ક્સ ઝોનમાં ખાણીપીણીની 20 દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું અને 19 વેપારીઓને નોટિસ આપવામાં આવ્યું છે.