ચીકન મસાલા સબ્જી અને ચીકન ભુના સબ્જીના નમૂના લેવાયાં
કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા સદર બજારમાં ધમધમતા નોનવેજના હાટડા પર દરોડા પાડવામાં આવ્યા હતા. બે સ્થળેથી સબ્જીના નમૂના લઇ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકવામાં આવ્યા છે.
સદર બજારમાં ભારમલ રેસ્ટોરન્ટ એન્ડ કેટરર્સમાંથી ચીકન ભુના સબ્જી, ઓરબીટ બિલ્ડીંગ પાસે બિસ્મીલ્લાહ કેટરર્સમાંથી ચીકન મસાલા સબ્જીનો નમૂનો લઇ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકવામાં આવ્યો છે. આ ઉપરાંત કોઠારીયા રોડ પર આશાપુરા મંદિરની બાજુમાં શ્રીનવરંગ ડેરી ફાર્મમાંથી ગાયના શુદ્વ ઘીનો નમૂનો લેવામાં આવ્યો છે. ફૂડ સેફ્ટી એન્ડ વ્હીકલ વાનને સાથે રાખી કોઠારીયા રોડ, હરીઘવા રોડ વિસ્તારમાં અલગ-અલગ આઠ પેઢીઓમાં ચકાસણી હાથ ધરવામાં આવી હતી. ત્રણને ફૂડ લાઇસન્સ સંદર્ભે નોટિસ ફટકારવામાં આવી છે. રીચ ટેસ્ટ ફાસ્ટફૂડ, જય ગોપાલ ઘુઘરા, અનિલ બટેકા-ભૂંગળા, પવનકુમાર પાણીપુરી, રામકૃષ્ણ દુગ્ધાલય, બરસાના ડેરી, ગ્રીન બોમ્બે વડાપાઉં અને શિવ ઘુઘરામાંથી આઠ કિલો અખાદ્ય સામાનનો જથ્થો મળી આવ્યો હતો જેનો નાશ કરવામાં આવ્યો હતો.
સોરઠીયા વાડી સર્કલ, પવન પુત્ર ચોક, 80 ફૂટ રોડ પર 19 દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ગ્રાન્ડ ઠક્કર રેસ્ટોરસ્ટ, તિરૂપતી મસાલા ઢોસા, મોમાઇ પાન, વૈયરાજ પાણીપુરી, વીઆઇપી કચ્છ દાબેલી, કનૈયા કોલ્ડ્રીંક્સ, ફૌજી ટી સ્ટોલ અને ડીલક્સ પાનને ફૂડ લાઇસન્સ સંદર્ભે નોટિસ આપવામાં આવી છે.