નારાયણ નગર, હસનવાડી, ગાયત્રી નગર, વાણિયા વાડી, લક્ષ્મીવાડી, કોઠારીયા રોડ, મેહુલ નગર સહિતના વિસ્તારોમાં સઘન ચેકીંગ
કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા આજે શહેરના અલગ-અલગ વિસ્તારોના ડેરી ફાર્મમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. અલગ-અલગ 20 સ્થળોએ દૂધ અને મીઠાઇના નમૂના લઇ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતાં.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ કોર્પોરેશન આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ શાખા દ્વારા નારાયણનગર મેઇન રોડ તુલસી ડેરી ફાર્મમાંથી લૂઝ દૂધ, હસનવાડી મેઇન રોડ પર બલરામ ડેરી ફાર્મમાંથી મિક્સ લૂઝ દૂધ, કેસર વિજય ડેરી ફાર્મમાંથી મિક્સ લૂઝ દૂધ, અમૃત ડેરી ફાર્મમાંથી ગાયનું મિક્સ લૂઝ દૂધ, નિલકંઠ ડેરી ફાર્મમાંથી મિક્સ લૂઝ દૂધ, ગાયત્રી નગર મેઇન રોડ રાધેશ્યામ ડેરી ફાર્મમાંથી લૂઝ દૂધ, વાણીયા વાડી મેઇન રોડ પર મહેશ ડેરી ફાર્મમાંથી મિક્સ લૂઝ દૂધ, ઓનેસ્ટ ડેરી ફાર્મમાંથી લૂઝ દૂધ,
80 ફૂટ રોડ પર વિકાસ ડેરી ફાર્મમાંથી લૂઝ દૂધ, લક્ષ્મીવાડી મેઇન રોડ ધર્મપ્રિય ડેરી ફાર્મમાંથી મિક્સ દૂધ, સોરઠીયા વાડી સર્કલ પાસે દિપક પેંડાવાલામાંથી અડદીયા, કોઠારીયા રોડ પર યોગેશ્ર્વર ડેરી ફાર્મમાંથી લૂઝ માર્શલ કેક મીઠાઇ, અશોક વિજય ડેરી ફાર્મ ચાંદની કેક મીઠાઇ, મેહુલ નગર-6માં નવરંગ ડેરી ફાર્મમાંથી ખજૂર પાક, કોઠારીયામાં શિવ દૂગ્ધાલયમાંથી ટોપરાપાક, સત્યમ ડેરી ફાર્મમાંથી લૂઝ થાબડી-મિઠાઇ, 80 ફૂટ રોડ ગેલમા ડેરી ફાર્મમાંથી થાબડી, મોગલ ડેરીમાંથી અડદીયા, કનૈયા ડેરીમાંથી લૂઝ રસગુલા અને કોઠારીયા રોડ પર ખોડિયાર ડેરી ફાર્મમાંથી લૂઝ ગુલાબ બરફીના મીઠાઇના નમૂના લઇને પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.