મવડી મેઇન રોડ અને અંબાજી કડવા રોડ પર ર0 સ્થળે ચેકીંગ
કોર્પોરેશનની ફૂડ વિભાગની ટીમ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે મવડી મેઇન રોડ -અંબાજી કડવા મેઇન રોડ તથા સ્વામિનારાયણ ચોકથી માલવિયા કોલેજ વિસ્તારમાં ખાણીપીણીના 20 વેપારીઓને ત્યાં ચકાસણી કરવામાં આવી હતી. 7 પેઢીને લાયસન્સ બાબતે નોટીસ આપવામાં આવેલ. તેમજ વેંચાણ થતાં ઠંડાપીણાં, આઇસક્રીમ, બેકરી પ્રોડક્ટ, મીઠાઇ તથા ઉપયોગમાં લેવાતા ખાધ્ય તેલ વિગેરેના કુલ 16 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.
ડે-નાઇટ ફાસ્ટ ફૂડ ,શ્રી બોમ્બે ચોપાટી આઇસક્રી શ્રી ભૈરૂનાથ નમકીન, હનુમંત કોલ્ડ્રિંક્સ, જય જલારામ સમોસાં ભજીયા, મોમાઈ ફરસાણ અને મયુર ભજીયાને લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવી હતી. જયારે શિવમ પાન એન્ડ કોલ્ડ્રિંક્સ, શ્રી વરુડી ડેરી ફાર્મ, આઇશ્રી ખોડિયાર ડેરી ફાર્મ, રમેશ સ્વીટ માર્ટ, શિવ મંદિર કોલ્ડ્રિંક્સ, જલારામ ગોલા, એન્જલ કોલ્ડ્રિંક્સ, કનકાઈ સિઝન સ્ટોર, શ્રી રાજ આઈસક્રીમ કેરીનો રસ, ઉમિયાજી જનરલ સ્ટોર, સહાજ કેક શોપ ,પટેલ ફરસાણ અને રામેશ્વર ફરસાણની સ્થળ પર ચકાસણી કરાય હતી.
નીલકંઠ ડેરી અને શ્યામ ડેરીમાંથી દૂધના નમૂના લેવાયાં
કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા ચેકીંગ દરમિયાન શહેરના નહેરૂનગર 80 ફૂટ રોડ પર શ્યામ હોલની સામે 5-રજત સોસાયટી સ્થિત નીલકંઠ ડેરી ફાર્મમાંથી મિક્સ દૂધ અને બાપા સીતારામ ચોક પાસે શ્રદ્વા સોસાયટીમાં આવેલી શ્યામ ડેરી ફાર્મમાંથી મિક્સ દૂધના નમૂના લેવામાં આવ્યા છે.