સેન્ટ્રલ ઝોનમાં સૌથી વધુ 265 જર્જરીત મકાનો, વેસ્ટ ઝોનમાં 185 અને ઇસ્ટ ઝોનમાં 27 મિલ્કતો જોખમી

ચોમાસાની સીઝન પૂર્વ કોર્પોરેશનની બાંધકામ શાખા દ્વારા ત્રણેય ઝોન વિસ્તારોમાં જર્જરીત બિલ્ડીંગોનો સર્વ કરી બિલ્ડીંગનો જર્જરીત ભાગ દુર કરવા માટે નોટીસ ફટકારવામાં આવે છે. દરમિયાન આ વર્ષ શહેરના ત્રણેય ઝોનના 18 વોર્ડમાં 477 જર્જરીત નોટીસ ફટકારવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ અંગે ત્રણેય ઝોનના સિટી એન્જીનીયરો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત માટે શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં 265 જર્જરીત બિલ્ડીંગોને નોટીસ ફટકારવામાં આવી છે. જેમાં વોર્ડ નં.ર માં 4 મિલકત, વોર્ડ નં.3 માં 237 મિલ્કત, વોર્ડ નં. 7 મા: ર1 મિલ્કત, અને વોર્ડ નં. 14 માં 3 મિલકતોને નોટીસ આપવામાં આવી છે. વેસ્ટ ઝોનમાં 185 જર્જરીત બિલ્ડીંગોને નોટીસ આપવામાં આવી છે. જેમાં વોર્ડ નં. 8 માં 10 મિલકત, વોર્ડ નં. 9 માં 47 મીલકત, વોર્ડ નં.10 માં 68 મિલકત અને વોર્ડ નં. 1ર માં 60 મિલકતોને જર્જરીત ભાગ દુર કરવજા નોટીસ આપવામાં આવી છે. જયારે ઇસ્ટઝોનમાં સૌથી ઓછી માત્ર ર8 મિલકતોને જર્જરીત ભાગ દુર કરવા નોટીસ અપાય છે. વોર્ડ નં.4 માં પાંચ મીલકત, વોર્ડ નં. પ માં 11 મિલકત, વોર્ડ નં. 6 માં ર મિલકત, વોર્ડ નં. 1પ માં 3 મીલકત, વોર્ડ નં. 16 માં બે મિલકત અને વોર્ડ નં. 18 માં 4 જર્જરીત મિલકતોને નોટીસ આપવામાં આવી છે.

ચોમાસાની સીઝનમાં ભારે વરસાદ દરમિયાન જર્જરીત બિલ્ડીંગોને કોર્પોરેશનની બાંધકામ શાખા દ્વારા નોટીસ ફટકારવામાં આવે છે. પરંતુ ગરીબ  કે મઘ્યમ વર્ગીય પરિવાર વરસાદની સીઝનમાં બે ઘર ન બને તે માટે જર્જરીત બિલ્ડીંગો તોડી પાડવામાં આવતા નથી. માનવીય અભિગમ રાખવામાં આવે છે તે વાત ખુબ જ સારી છે. પરંતુ કયારેય આ અભિગમ મોટી ખુંવારી સર્જ તેવી દહેશત પણ રહેલી છે.

હાઉસીંગ વોર્ડના જુના કવાર્ટર,  સરકારી બિલ્ડીંગ અને ભાડુઆત મકાન માલીકના વિવાદના કારણે જર્જરીત બિલ્ડીંગોમાં રીપેરીંગની કામગીરી કરી શકાતી નથી. દર વર્ષ નિયમ મુજબ નોટીસ ફટકારી કોર્પોરેશન દ્વારા સંતોષ માની લેવામાં આવે છે. પરિણામે જર્જરીત બિલ્ડીંગો મોતનો માંચડો બની સતત ઉભી રહે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.