સ્માર્ટ સીટી એવોર્ડ કોમ્પીટેશનમાં રંગીલું નગર છવાયું
ઇન્દોરમાં કાલે રાષ્ટ્રપતિના હાથે મેયર ડો. પ્રદિપ ડવને અપાશે એવાર્ડ
ભારત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા ઇન્ડિયન સ્માર્ટ સિટી એવોર્ડ કોમ્પીટીશન 2022 અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાને વોટર કેટેગરી (વોટર બોડી રીસ્ટોરેશન, રેઇન વોટર હાર્વેસિ્ંટગ તેમજ ટેકનોલોજી થી સજ્જ આધુનિકરણ)માં સમગ્ર ભારતમાં ત્રીજો ક્રમ પ્રાપ્ત થયો છે.
આ એવોર્ડ સ્માર્ટ સિટી એરિયામાં ડેવલપ કરવામાં આવેલ અટલ સરોવર પ્રોજેક્ટ માટે મળેલ છે. આગામી માસ તારીખ 27-28 સપ્ટેમ્બર 2023ના રોજ ઈન્દોર ખાતે યોજાનાર સમારોહમાં ભારતના માનનીય રાષ્ટ્રપતિ દ્રોપદી મુરમુના વરદ હસ્તે એવોર્ડ સુપરત થનાર છે, તેમ માન. મેયર ડો. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ અને મ્યુનિસિપલ કમિશનર શ્રી આનંદ પટેલે ખુશી વ્યકત કરતા જણાવ્યું હતું.
તેમણે ભારત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા ઇન્ડિયન સ્માર્ટ સિટી એવોર્ડ કોમ્પીટીશન-2022 અંતર્ગત સમગ્ર ભારતના સ્માર્ટ સિટીનાની જુદી જુદી કેટેગરી જેવી કે બિલ્ડ એનવાયરમેન્ટ, કલ્ચર, ઇકોનોમી, ગવર્નન્સ, ઈંઈઈઈ સસ્ટેનેબલ મોડલ, મોબિલિટી, સેનિટેશન, સોશિયલ આસપેક્ટ, અર્બન એન્વાયરમેન્ટ, વોટર, ઇનોવેટિવ આઈડિયા વગેરેમાં શહેરમાં થયેલ ઉત્કર્ષ કામગીરીની નોમિનેશન પ્રક્રિયા થયેલ હતી.
આ પ્રક્રિયામાં રાજકોટ સ્માર્ટ સિટી દ્વારા વોટર કેટેગરી (વોટર બોડી રીસ્ટોરેશન, રેઇન વોટર હાર્વેસિ્ંટગ તેમજ ટેકનોલોજીથી સજ્જ આધુનિકરણ)માં સ્માર્ટ સિટી એરિયામાં વિકસીત થયેલ અટલ સરોવર પ્રોજેક્ટ અંગે નોમીનેશન/પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. સમગ્ર ભારતમાંથી કુલ 35 શહેરો દ્વારા કુલ 42 નોમીનેશન/પ્રેઝન્ટેશન થયેલ હતું. ત્યારબાદ ભારત સરકાર દ્વારા જે તે વિષયના નિષ્ણાંત અધિકારી પાસે પ્રસ્તુત નોમીનેશન/પ્રેઝન્ટેશનનું અવલોકન અને મૂલ્યાંકન કરાવવામાં આવેલ હતું. જેમાં રાજકોટ શહેરે ત્રીજો ક્રમ પ્રાપ્ત કરેલ છે. આગામી માસ તારીખ 27-28 સપ્ટેમ્બર 2023 ના રોજ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુરમુ દ્વારા ઈન્દોર ખાતે એવોર્ડ એનાયત થનાર છે.
રાજકોટ સ્માર્ટ સિટી દ્વારા એરિયા બેઇઝ્ડ ગ્રીન ફિલ્ડ ડેવલોપમેન્ટ અંતર્ગત 930 એકરમાં ટી.પી. સ્કીમ ન.-32 (રૈયા)ના ટી.પી. રસ્તાઓ ડીઝાઇન મુજબની સ્ટોર્મ વોટર વિગેરે ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે વિકસિત કરવામાં આવેલ છે. જેથી સ્માર્ટ સિટીના 930 એકર વિસ્તારમાં જે કઈ વરસાદ પડશે તે ટીપે ટીપા પાણીનો સંગ્રહ થશે. અને આજુ બાજુની 2 કિલોમીટર ત્રિજ્યામાં પાણીનું તળ ઊંચું આવેલ છે.
સામાન્ય રીતે પર્યાવરણ જાળવવા માટે 3-છ (રીડ્યુસ, રી-સાઈકલ અને રી-યુઝ) પ્રચલિત છે. પરંતુ અટલ સરોવર લેક ડેવલોપમાં 4-છ (રીડ્યુસ, રી-સાઈકલ, રી-યુઝ અને રી-ક્રિએશન)નો સમાવેશ થયેલ છે. રાજકોટ સ્માર્ટ સિટીના 930 એકર એરિયામાં અંદાજે 65 હાજર ઝાડ વાવવાની પ્રક્રિયા ચાલુ છે જેથી અંદાજીત 14,35,160 કિલોગ્રામ કાર્બન પ્રતિ વર્ષ ઓછો થશે આ ઝાડવાનો ઉછેર કરવા માટે રી-સાઈકલડ વોટરના ઉપયોગ થકી પીવાના પાણીની બચત થશે. જેથી પર્યાવરણની દ્રષ્ટિએ રાજકોટની પ્રજાને નવા નજરાણા તરીકે આગવી ભેટ સ્વરૂપ મળેલ છે.