ડેરી-ફરસાણ, ખાણીપીણીના ધંધાર્થીઓનાં પરવાનાથી લઈ ખાદ્ય વસ્તુઓની કરાય તપાસ
રાજકોટ કોર્પોરેશનની ફૂડ શાખા દ્વારા હાથ ધરવામાં આવેલી ચેકીંગ ઝુંબેશથી ભેળસેળીયા તત્વોમાં ફફડાટ ફેલાયો હતો. રાજકોટ મહાનગર પાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે સંતકબીર રોડ, પેડક રોડ વિસ્તારમાં આવેલ ખાણી-પીણીના ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ 20 ફુડધંધાની ચકાસણી કરવામાં આવેલ જેમાં દૂધ, ડેરી પ્રોડક્ટસ, ખાદ્ય તેલ વગેરેના કુલ 13 નમૂનાનું સ્થળ પર ચેકિંગ કરવામાં આવેલ. તેમજ સ્થળ પર 03 પેઢીને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ હતી.
ભગવતી ડેરી ફાર્મ ને ,ચામુંડા ફરસાણ , કિશન ફરસાણ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ. રાધે શ્યામ ડેરી ફાર્મ ,ન્યુ ભારત સ્વીટ માર્ટ ,શ્રીનાથજી ફ્રરસાણ ,જલારામ સ્વીટ નમકીન ,સત્યમ પ્રોવિઝન સ્ટોર ,વરિયા ફરસાણ ,શ્રી રામ ડેરી ફાર્મ ,પટેલ વિજય ડેરી ફાર્મ ,કૈલાશ વિજય સ્વીટ માર્ટ ,મારુતિ ડેરી ફાર્મ ,શંકર વિજય ડેરી ફાર્મ ,કૈલાશ ફરસાણ સ્વીટ માર્ટ ,શ્યામ ડેરી ફાર્મ ,ભગીરથ ફરસાણ સ્વીટ માર્ટ ,જનતા તાવડો ,શ્રી ગણેશ ડેરી ફાર્મ ફરસાણ ,મધુરમ ડેરી ફાર્મની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ હતી.
ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ દર્શાવેલ વિગતો મુજબ કુલ 2 નમૂના લેવામાં આવેલ તેમજ મિક્સ મિલ્ક (લુઝ): -રાધે શ્યામ ડેરી ફાર્મ -શોપ નં. 1, સનમૂન પ્લાઝા, માસૂમ સ્કૂલ રોડ, શિવમ પાર્ક -2, મોટા મવા અને પટેલ ડેરી ફાર્મ -બંસીધર કોમ્પ્લેક્સ, શોપ નં. 8, આઈઓસી ક્વાટર પાછળ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે નમુના લઈ પૃથ્થકરણ માટે મોકલાયા છે.