અબતક, રાજકોટ
સાતમ-આઠમના તહેવારમાં રાજકોટવાસીઓએ પ્રદ્યુમનપાર્કની મુલાકાત લઇ પરિવાર સાથે કુદરતી સાંનિધ્યમાં સમય પસાર કર્યો હતો. કોરોનાકાળમાં બહાર ગામ ફરવા જવાને બદલે શહેરીજનોએ જાણે રાજકોટમાં રહેવાનું મુનાસીબ સમજ્યું હોય તેમ ૪ દિવસમાં ૧.૧૬ લાખથી વધુ લોકોએ બીઆરટીએસ અને સીટી બસમાં મુસાફરી કરી હતી જેના કારણે પાંચ દિવસમાં કોર્પોરેશનને ૩૦ લાખની આવક થવા પામી હતી.
સાતમ-આઠમ તહેવારમાં ૨૯ ઓગષ્ટથી ૧ સપ્ટેમ્બર સુધીના ૪ દિવસના સમયકાળામાં ૮૮,૯૮૫ લોકોએ પ્રદ્યુમન પાર્કની મુલાકાત લીધી હતી. સહેલાણીઓ થકી મહપાલિકાને રૂ .૨૦,૬૪,૬૭૫ની આવક થવા પામી હતી. સામાન્ય રીતે તહેવારના દિવસોમાં બીઆરટીએસ અને સીટી બસમાં નજીવું ટ્રાફિંક રહેતું હોય છે. પરંતુ આ વર્ષે કોરોનાના ડરના કારણે રાજકોટવાસીઓ જાણે બહારગામ ફરવા જવાને બદલે શહેરમાં રહ્યાં હોય તેમ બીઆરટીએસ અને સીટી બસમાં ઘૂમ્યાં હતાં.
૪ દિવસમાં ૫૦,૨૯૮ લોકોએ બીઆરટીએસની મુસાફરી કરતા કોર્પોરેશનને ૩,૮૫,૩૨, રૂપિયાની આવક થવા પામી હતી જ્યારે ૬૬,૦,૬૩ લોકોએ સીટી બસમાં મુસાફરીનો આનંદ માણતાં મહપાલિકાને રૂ .૫,૨૯,૦૮૩ની આવક થવા પામી છે.