નિવૃતિના દિવસે જ તમામ લાભો આપી દેવાયા
રાજકોટ મહાનગરપાલિકાનાં કમિશનર અમિત અરોરાએ વહીવટી તંત્રના હાથ-પગ સમા અધિકારીઓ અને કર્મચારીઓને નિવૃત્તિના દિવસે જ પી.એફ. તેમજ જમા થયેલી હક્ક રજાનું રોકડમાં રૂપાંતર જેવા લાભો મળી જાય તે પ્રકારની પ્રણાલી અપનાવેલ છે, જેમાં આજે 8 કમર્ચારીઓ નિવૃત થતા ડેપ્યુટી મ્યુનિ. કમિશનર દ્વારા મોમેન્ટો આપી સન્માન કરી વિદાયમાન આપ્યું હતું.
આ પ્રસંગે ડેપ્યુટી મ્યુનિ. કમિશનરએ ફરજ પરથી નિવૃત થતા તમામ કર્મચારીઓનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં જો કોઈપણ પ્રશ્નો હોય તો કોર્પોરેશનના દરવાજા આપના માટે હંમેશા ખુલ્લા જ છે. આજે હરેશ કગથરા, સુરક્ષા શાખાના જુનીયર ક્લાર્ક પ્રકાશભાઈ ભટ્ટ, ગાર્ડન શાખાના ગાર્ડનર ખેંગાર સાંભડ, સ્પેશિયલ ક્ધઝર્વન્સી શાખાના લેબર ડાહ્યાભાઈ કાનજીભાઈ સાગઠિયા, ટાઉન પ્લાનીંગ શાખાના વોચમેન હસમુખભાઈ અડઠાકર, અર્બન મેલેરિયા શાખાના ફીલ્ડ વર્કર રમેશભાઈ સરેસા, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના સફાઈ કામદાર સવિતાબેન ખખ્ખર અને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના સફાઈ કામદાર મધુબેન સોલંકી વિગેરે નિવૃત થાય છે. નિવૃત્તિ વિદાય સન્માન સમારોહમાં ડેપ્યુટી મ્યુનિ. કમિશનર આશિષ કુમાર, ડેપ્યુટી મ્યુનિ. કમિશનર ચેતન નંદાણી, ડેપ્યુટી મ્યુનિ. કમિશનર એ. આર. સિંહના વરદ હસ્તે કર્મચારીઓને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં તેમજ કર્મચારીઓના પી.એફ. અને હક્ક રજાના રોકડમાં રૂપાંતર અંગેના ચુકવણીના હુકમો તથા પી.પી.ઓ. બુકની નકલ પણ આપવામાં આવેલ હતી અને સ્વસ્થ નિવૃત જીવનની શુભેચ્છા પાઠવવામાં આવી.