શેરી ફેરિયાઓ માટે પીએમ સ્વનીધી યોજના મારફત શેરીફેરિયાઓ તેઓની આજીવિકા પુન:સ્થાપિત કરી શકે તે હેતુથી પ્રથમ તબક્કામાં રૂ.10 હજાર સુધીની વર્કિંગ કેપિટલ લોન સિક્યુરીટી વિના બેંકો મારફત મળવાપાત્ર થાય છે
તથા પ્રથમ લોન પૂર્ણ થયેલ લાભાર્થીઓને રૂ.20 હજાર સુધીની વર્કિંગ કેપિટલ લોન સિક્યુરીટી વિના બેંકો મારફત સરળતાથી મળી રહે તે માટે બે દિવસ માટે લોન મંજુરી માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
629 લાભાર્થીઓની લોન મંજુરીની પ્રક્રિયા બેંકો દ્વારા હાથ ધરવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી સપ્તાહ દરમિયાન પણ કેમ્પ યથાવત રાખી વધુ ને વધુ લોન અરજીઓ મંજુર થાય તે દિશામાં કામગીરી થાય તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બેંકોનાં સહયોગથી આ કામગીરી ચાલુ રાખી મહતમ લોન અરજીઓ મંજુર થાય તે દિશામાં પ્રયાસ કરવામાં આવે છે. કેમ્પના સ્થળે જ અસંગઠિત ક્ષેત્રનાં કામદારો માટે ઈશ્રમ કાર્ડ રજીસ્ટ્રેશનની કામગીરી પણ કરવામાં આવી રહેલ છે.