વૈશ્ર્વિક મહામારી કોરોનાની બીજી લહેરમાં કુદકેને ભુસકે નવા દર્દીઓ ઉછાળા જોવા મળ્યો છે. શહેરની ફાસ્ટટેક અને ચીફકોટમાં એક સપ્તાહમાં 10થી વધુ કેસો નોંધાતા કોર્ટ દ્વારા અસીલોને પ્રવેશબંધના વિરોધમાં બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના મેમ્બર દિલીપ પટેલ દ્વારા હાઇકોર્ટમાં રજૂઆત કરી 250થી વધુ વકીલોએ સુત્રોચ્ચાર કરી અદાલતમાં પુન: કામગીરી શરૂ કરવા અને વકીલોએ સહી ઝુંબેશ આદરી છે.

છેલ્લા 11 માસથી કોરોનાને લીધે કોર્ટ પ્રતિક્ષ કામગીરી બંધ હોવાથી જુનિયર વકીલોની હાલ કફોડી બની હતી આ મામલે અવાર નવાર કોર્ટની કામગીરી પુન: શરૂ કરવા માંગ ઉઠવા પામતા તા.1 માર્ચથી અદાલતો પુન: ધમધમતી થઇ હતી.

જેમાં કોરોનાની બીજી લહેરની લપેટમાં બે અદાલતો આવી જતા હાઇકોર્ટની ગાઇડ લાઇન અને બાદની રજૂઆત બાદ બંન્ને કોર્ટ બિલ્ડીંગ માં પક્ષકારો માટે પ્રવેશ બંધી ફરમાવતા ફરી વકીલોમાં નારાજગી દેખાય હતી.

ન્યાયધીશો, કર્મચારીઓએ કોરોનાનો ડર કાઢી નાંખવો પડશે: દિલીપ પટેલ

સરકારી કચેરીમાં કર્મચારી, અધિકારીને કોરોના આવતા કચેરી બંધ નથી કરતા

સમગ્ર વિશ્ર્વ છેલ્લા એક વર્ષથી કોરોના મહામારી હેઠળ જીવી રહેલા હતા અને આ સમય દરમ્યાન અસંખ્ય લોકોના મૃત્યુ પણ થયેલા હતા. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના પ્રયાસથી કોરોના મહામારી સામે વેકસીનની શોધ ભારત દેશે પ્રથમ કરી અને સારુ પરીણામ આવેલ હતા.

ગુજરાત અને દેશની અંદર પ્રથમ ચાર પાંચ મહીના બાદ સમગ્ર સરકારી કચેરીઓ કાર્યરત થયેલી હતી અને કોરોના મહામારી હેઠળ લોકો જીવતા શીખી લીધુ હતુ અને ડર વગર તેઓ પોતાની ફરજ બજાવે છે. માત્ર હાઇકોર્ટ દ્વારા ન્યાયધીશો અને સ્ટાફ કોરોના મહામારીનો ડર અનુભવી રહેલ હતી અને ન્યાય મંદીરો લાંબો સમય બંધ રહ્યા હતા.

હાલમા કોરોના મહામારી કાબુમા છે. ગુજરાતની અદાલતો ધીરે ધીરે કાર્યરત થઇ રહેલી છે પરંતુ ગુજરાતમાં કોઇ અદાલતોમાં જજ કે કોર્ટના સ્ટાફને કોરોના પોઝીટીવ આવે તો અદાલતોમા કામકાજ બંધ કરી દેવાય છે. સામાન્ય રીતે આવા સંજોગોમાં કોર્ટ બંધ નહી કરી અન્ય જજને ચાર્જ આપી અને અદાલત ચાલુ રાખવી જોઇએ તેવુ માનવુ છે.જો હાઇકોર્ટ અને નીચેની અદાલતોને કોરોના મહામારીનો ડર હોય તો તમામે વેકસીન લઇને પણ રાજયની તમામ કચેરીની જેમ કામ કરવુ જોઇએ અને હાલમા લોક અદાલતો પણ ડર હોય તો બંધ કરી દેવી જોઇએ, અન્યથા કોર્ટમાં કેસોને ભરાવો જોતા રેગ્યુલર કામ કરવુ જોઇએ અને વધતા લાખો પેન્ડીંગ કેસોનો ભરાવો દુર કરવો જોઇએ તે માટે હાઇકોર્ટ દ્વારા યોગ્ય આદેશ કરવા માટે ગુજરાતના વકીલોના હીતમાં બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના મેમ્બર દિલીપ પટેલએ ચીફ જસ્ટીસને પત્ર લખી લેખિત રજૂઆત કરી છે.

અદાલતને ફરી કોરોનાનું ગ્રહણ લાગ્યું

કોરોનાની મહામારીને 1 વર્ષ પૂર્ણ થયુ અને કોરોનાના સંક્રમણને અટકાવવા સરકાર દ્વારા સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવ્યા બાદ અર્થતંત્રને ધબકતુ કરવા સમયાતરે ખોલવામાં આવ્યું હતું

બાદ લાંબા સમયથી કામના અભાવે બેરોજગાર બનેલા જૂનિયર એડવોકેટ માટે તા.1 માર્ચથી અદાલતો પ્રત્યક્ષ કામગીરીનો ધમધમાટ શરૂ થયો હતો. પરંતુ અદાલતમાં કોરોના 10થી વધુ કેસ આવતા બે દિવસ પક્ષકારોને અદાલતમાં ન પ્રવેશના વિરોધમાં બાર કાઉન્સિગ ઓફ ઇન્ડિયાના મેમ્બર સહિત 100થી વધુ વકીલો એકઠા થઇ કોર્ટમાં પુન: પ્રત્યક્ષ કામગીરીની માગ કરી હતી.

આ ઉપરાંત જૂનિયર વકીલો દ્વારા કોર્ટ કામગૃૃીરી અંતગર્ત સહી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.