રાજકોટમાં છેલ્લા એક સપ્તાહમાં 5 વિદ્યાર્થી અને 2 શિક્ષક થયા કોરોના સંક્રમિત થયા
રાજકોટમાં દિવાળીના તહેવાર બાદ કોરોના કેસમાં અચાનક ઉછાળો જોવા મળ્યો છે અને હવે તો બાળકો અને શિક્ષકોમાં કોરોના ફેલાઈ રહ્યો છે. ત્યારે આજે શહેરની સરસ્વતી શિશુ મંદિર સ્કૂલમાં ધો.2 માં અભ્યાસ કરતો વિદ્યાર્થી અને ધોરાજીની મુસ્લિમ મીડલ સ્કુલના શિક્ષક સંક્રમિત થતા ફફડાટ ફેલાયો છે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં છેલ્લા એક સપ્તાહમાં 5 વિદ્યાર્થી અને 2 શિક્ષક થયા કોરોના સંક્રમિત થયા છે.
છેલ્લા એક સપ્તાહમાં 5 વિદ્યાર્થી અને 2 શિક્ષક થયા કોરોના પોઝિટિવ, ત્રીજી લહેરની દસ્તક કે જાગૃતિનો અભાવ જોવા મળી રહ્યો છે. જે સ્કૂલોમાં કેસો આવ્યા છે તેમાં 1 અઠવાડીયાની રજા જાહેર કરવામાં આવી છે.
રાજકોટમાં ઓમિક્રોનની એન્ટ્રીથી આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર સતર્ક બની ગયું છે. રાજકોટ ભાવનગર હાઇવે પર ત્રંબા ગામ નજીક આવેલ આર.કે.યુનિવર્સીટીમાં અભ્યસ અર્થે આફ્રિકાના તાનઝાનીયાથી આવેલા વિદ્યાર્થીને બે દિવસ પૂર્વે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દ્વારા તેને ઓમિક્રોન વોર્ડમાં ખસેડી સેમ્પલ લઇ ગાંધીનગર મોકલવામાં આવ્યા હતા જેમાં આજે 23 વર્ષીય વિદ્યાર્થીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર હરકતમાં આવી ગયું છે.