એ ડિવિઝન પોલીસે 24 બકેટ મળી કુલ રૂ.1.75 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વેપારીની કરી ધરપકડ
રાજકોટમાં કેનાલ રોડ પર આવેલી અપ્પુ નામની કલરની દુકનના માલિકે નામાંકિત એશિયન પેન્ટસ કમનીના કલરના બકેટ મંગાવી તેમાં લગાવેલો બારકોડ અને ક્યુંઆર ભુસી નાખતા તેના વિરૂદ્ધ એ ડિવિઝન પોલીસ દ્વારા કોપિરાઇટનો ગુનો નોંધી તેની અટકાયત કરવામાં આવી છે.
અમદાવાદ રહેતા અને ક્ધસલ્ટન્સી કંપનીમાં ચીફ ઇન્વેસ્ટિગેશન ઓફિસર તરીકે ફરજ બજાવતા સુભાષભાઇ હરિશચંદ્ર જયસ્વાલે નોંધાવેલી ફરિયાદમાં આરોપીના રાજકોટના અપ્પુ પેઇન્ટસના ચિરાગ મહેન્દ્ર ઉદેશીનું નામ આપ્યું હતું.જેમાં તેને જણાવ્યું હતું કે, નામાંકિત એશિયન પેઇન્ટ કંપનીના માલ વેચાણમાં ગુનાહિત કૃત્ય થતું હોવાની અમારી કંપનીમાં ફરિયાદ આવી હતી. જેની તપાસ કરવા માટે પોતાને જણાવાયું હતું. જેથી ગત તા.24-4ના રોજ રાજકોટના કેનાલ રોડ પર આવેલી અપ્પુ પેઇન્ટ નામની દુકાને ગયા હતા. જ્યાંથી એશિયન પેઇન્ટના પ્રોડક્ટની ખરીદી કરી હતી. ખરીદ કરેલા માલનું વેપારીએ બિલ આપ્યું હતું.
બાદમાં ખરીદેલા એશિયન પેઇન્ટ કંપનીના બકેટ ચેક કરતા કંપનીએ બકેટમાં લગાડેલા બારકોડ તેમજ ક્યુઆર કોડ ભૂંસી નાખેલા જોવા મળ્યા હતા. આ બારકોડ તેમજ ક્યુઆર કોડથી પ્રોડક્ટ સંલગ્ન તમામ માહિતી તેમાંથી મળી શકે છે.અપ્પુ પેઇન્ટ નામની દુકાન ધરાવતા વેપારી ચિરાગ મહેન્દ્ર ઉદેશી (રે.મિલપરા 8-20) ઉપરોક્ત નામાંકિત પેઇન્ટ કંપનીનો મોટી માત્રામાં માલ વેચે છે અને તેમાં લગાડાયેલા બારકોડ અને ક્યુઆર કોડ ભૂંસી નાખતો હોવાની માહિતી મળી હતી. ચોક્કસ માહિતી મળ્યા બાદ એ ડિવિઝન પોલીસમાં જન કરતા પોલીસે અપ્પુ પેઇન્ટની દુકાનમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન માલિક ચિરાગ ઉદેશી મળી આવ્યો હતો. દુકાનમાં તલાશી લેતા દુકાનમાંથી રૂ.1.75 લાખની કિંમતના કુલ 24 બેકેટ મળી આવ્યા હતા. જે તમામ બેકેટ ચેક કરતા તેમાં લગાડાયેલા બારકોડ તેમજ ક્યુઆર કોડ ભૂંસી નાખેલા હતા. જેથી કોપી રાઇટસ ની ફરિયાદ નોધી તપાસ હાથધરી છે.