સર્વિસ રોડ પર વરસાદી પાણીના નિકાલ માટે પાઇપલાઇન બીછાવતી વેળાએ જેસીબીથી લાઇનમાં ભંગાણ: બે વોર્ડમાં વિતરણ ખોરવાયું

સિવિલ હોસ્પિટલ ચોકમાં નિર્માણ પામી રહેલા બ્રિજનું કામ હાલ પૂર્ણતાના આરે છે ત્યારે હાલ સર્વિસ રોડ પર વરસાદી પાણીના નિકાલ માટે પાઇપલાઇન બિછાવવાની કામગીરી ચાલી રહી છે. સવારે બ્રિજના કોન્ટ્રાક્ટરે ફરી એક વખત પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જી દેતા વોર્ડ નં.2 અને 3માં વિતરણ ત્રણ કલાક સુધી ખોરવાયું ગયું હતું.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ સિવિલ હોસ્પિટલ ચોકમાં પેટ્રોલ પંપ નજીક સર્વિસ રોડ પર આજે વરસાદી પાણીના નિકાલ માટે પાઇપલાઇન બિછાવવાની કામગીરી માટે ખોદકામ દરમિયાન બ્રિજના કોન્ટ્રાક્ટર માણસની ભૂલના કારણે જેસીબીનો ખૂંટો પાણીની પાઇપલાઇનમાં ખૂંચી ગયો હતો.

જેના કારણે 400 એમએમની ડીઆઇ પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું. તાબડતોબ રીપેરીંગની કામગીરીની શરૂ કરી દેવામાં આવી હોવા છતાં વોર્ડ નં.2 અને 3ના વિસ્તારોમાં નિર્ધારિત સમય કરતા બે કલાક વિતરણ મોડું કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.