જીએસટી અને કંપનીઓ દ્વારા થતા ભેદભાવ સહિતના પ્રશ્ર્નો અંગે ચર્ચા-વિચારણા કરાઈ: ૩૫૦થી વધુ ડિસ્ટ્રીબ્યુટર્સની ઉપસ્થિતિ
રાજકોટ ક્ધઝયુમર પ્રોડકટ ડિસ્ટ્રીબ્યુટર એસોસિએશન દ્વારા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૩૫૦થી વધુ ડિસ્ટ્રીબ્યુટર્સની હાજરી રહી હતી. આ સંમેલનમાં ડિસ્ટ્રીબ્યુટર્સનાં વિવિધ પ્રશ્ર્નો અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ અંગે વિસ્તૃત વિગત આપવા પ્રમુખ જીતુભાઈ અદાણી, મંત્રી જયેશભાઈ તન્ના, ઉપપ્રમુખ મિતેશભાઈ દોશી અને નલીનભાઈ શાહ સહિતનાએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
આરસીપીડીએ દ્વારા ગુજરાત ફેડરેશનના માર્ગદર્શનથી યોજાયેલ ઈવેન્ટમાં ખુબ જ મોટી સંખ્યામાં વેપારીઓ ઉમટી પડેલ. સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતના ૩૦ થી વધુ જિલ્લાઓમાંથી લગભગ ૫૭ સેન્ટરમાંથી ૪૦૦થી વધુ વિવિધ એસોસીએશનના પ્રતિનિધિઓનું એક મહાસંમેલનનું આયોજન થયું હતું. હાલમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ તેમજ ગુજરાત સરકાર દ્વારા એફડીઆઈને રીટેઈલમાં પાછલા બારણેથી પ્રવેશ કરવાના પ્રયત્ન થઈ રહ્યા છે તેની એફએમસીજી સેકટર ઉપરના પ્રભાવ બાબતે ચર્ચા કરવામાં આવી. સમગ્ર ગુજરાતમાં ૬૦૦૦ થી વધુ એફએમસીજી સેકટરના ડિસ્ટ્રીબ્યુટરનું પ્રતિનિધિત્વ ધરાવતા ફેડરેશન દ્વારા અપાયેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં લગભગ ૩ લાખથી વધુ નાના-મોટા દુકાનદારો છે. એમના થકી કામ કરતા લગભગ ૫ લાખ પરીવારો છે. ઉપરોકત આકડા જોતા ૧૦ થી ૧૨ લાખ વ્યકિત જીવન જરીયાતની પ્રોડકટ વિતરણ સાથે સંકળાયેલ છે.
હવે જયારે આ મહાસંગઠનનું નિર્માણ થયું છે ત્યારે દરેક સ્તરે સરકારમાં એફએમસીજી ડિસ્ટ્રીબ્યુટરના ધંધાને સરકાર માન્યતા આપે અને એફએમસીજી ધંધાને અલાયદી યોજનાઓમાં સામેલ કરે એવી એક માંગ ઉઠી છે. સરકારને ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ડિસ્ટ્રીબ્યુટર એસોસીએશન દ્વારા આ બાબતે દિલ્હી ખાતે રજુઆત કરતા દિલ્હી સરકારે એફએમસીજી સેકટરનું આયોગ રચના કરવા માટેનું સુચન કરેલ છે. આ ઉપરાંત જીએસટીના કાયદા લાગુ થયા બાદ જે જુન-૨૦૧૭નો કલોઝીંગ સ્ટોક જે ટીઆરએએનએસ-૧માં સબમિટ થયો છે. તેની ૯૦% સુધીની રકમ ડિસ્ટ્રીબ્યુટરને સરકાર તરફથી જમા આપવામાં આવેલ નથી. આનો વિરોધ પણ આગામી સમયમાં ખુબ જ મોટા પ્રમાણમાં થશે.
વિવિધ કંપનીઓ દ્વારા ભેદભાવ ભરી નીતિ અપનાવવાથી જે એફએમસીજીના ડિસ્ટ્રીબ્યુટર કે જેઓ નાના વેપારીઓને માલ સપ્લાય કરે છે. તેનું માર્જીન ઓછું કરી તેને બદલે મોટા મોલ જેમ કે ડી-માર્ટ, બીગ બજાર, રિલાયન્સ વગેરે સ્ટોર્સને ડિસ્ટ્રીબ્યુટર કરતા વધારે માર્જીન અને મોટી સ્કીમો આપી મોટા મોલના માલિકોને પ્રોત્સાહન આપે છે. જયારે નાના વેપારીઓને મોંઘા ભાવે માલ આપતા હવે ગ્રાહકોને મોલમાં જવાથી નાના વેપારીઓનું નિકંદન નિકળી ગયું છે અને તેઓ બેરોજગાર થતા જાય છે. કંપનીઓની આ ભેદભાવભરી નીતિઓનો સખત વિરોધ આમાં થયેલ હતો.
જાણીતી મોટી કંપનીઓ દ્વારા થયેલ સર્વેના આંકડા મુજબ જનરલ ડિસ્ટ્રીબ્યુટરનો અંદાજે ૨૫% જેટલો વેપારમાં ઘટાડો નોંધાયેલ છે. જે ભારતની ૧૨૫ કરોડની જનતા માટે ઘાતક છે. ઉપરોકત કાર્યક્રમમાં ગુજરાત ફેડરેશનના ચેરપર્સન અણભાઈ પરીખ, પ્રમુખ દિપકભાઈ પટેલ, સેક્રેટરી શ્રીરામભાઈ બક્ષી દ્વારા યોગ્ય માર્ગદર્શન પુરુ પાડવામાં આવેલ હતું. વધુ માહિતી માટે નલીનભાઈ શાહ મો.૯૪૨૯૦ ૯૬૮૩૫ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.