રેલનગરમાં મંજુરી વાળી જગ્યામાં ધાર્મિક સ્થાનનું બાંધકામ કરાતા લોકોમાં રોષ
મહાપાલિકાને લેખીત જાણ કરવા છતાં પગલા ન લેવાતા લોકો અદાલતના આશરે
રાજકોટના રેલનગર ખાતે આવેલ ઓસ્કાર એનકલેવ ટાઉનશીપ ધ કોપર ગ્રીન સીટી હાઉસીંગ સર્વીસ કો.ઓપ. સોસાયટી લી. તથા શિતલ પાર્ક-ર ના રહેવાસીઓ દ્વારા જાહેર હીતાર્થે કોર્ટ સમક્ષ દાવો દાખલ કરવામાં આવ્યો છે.
આ દાવાની હકીકત એવી છે કે, રાજકોટ શહેરના વોર્ડ નં.3 ના રેવન્યુ સર્વે નં. 598/પી/3 ના ફાઇનલ પ્લોટ નં. 15/2 ખુદીરામ બોઝ ટાઉનશીપના સીગલ યુનિટ 1/એ ટેર્નામેન્ટ ધરાવતા હતા અને સલીમભાઇ હબીબભાઇ ગધાકડાવાલા પોતાનું ટેનામેન્ટ પાડીને નવું રહેણાંક માટેનું મકાન બનાવવા માટે પ્લાન મંજુર કરાવેલ છે. અને રહેણાંકના હેતુ માટેની બાંધકામની પરવાનગી મેળવેલ છે. મ્યુનિ. કોર્પો. એ આપેલ બાંધકામ પરવાનગીમાં સ્પષ્ટ લખેલ છે કે ફરત રહેણાંકના હેતુ માટે બાંધકામ પરવાનગીમાં સ્પષ્ટ લખેલ છે કે ફકત રહેણાંકના હેતુ માટે બાંધકામ પરવાનગી આપવામાં આવેલ છે.
તેમ છતાં સલીમભાઇ હબીબભાઇ ગધાકડાવાલાએ આ જગ્યાએ મકાનમાં બદલે મસ્જીદનું બાંધકામ ચાલુ કરેલ છે. જે બાંધકામ ચાલુ કરેલ છે તે કોર્પોરેશનને મંજુર કરેલ બાંધકામ પ્લાનથી તદન અલગ પ્રકારનું બાંધકામ છે.સલીમભાઇની બાંધકામ વાળી જગ્યાએ હાલ પણ મોટી સંખ્યામાં આવારા તત્વો એકઠા થાય છે અને રેલનગરની જાહેર જનતાએ આવારા માણસો એકઠા ન કરવા જણાવતા ધમકીઓ આપવામાં આવતા. રેલનગર વિસ્તારમાં ભયનું સામ્રાજય ઉભુ થયેલ છે.
આ રીતે ગેરકાયદેસર રીતે દાવાવાળી જગ્યામાં મસ્જીદનું બાંધકામ કરતા હોય, રેલનગરના રહેવાસીએ તા. 24-6-2021 ના રોજ મ્યુનિ. કમિશ્નરને અરજી આપેલ હોવા છતાં રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન એ આવા ગેરકાયદેસરના બાંધકામ અંગે કોઇ પગલા લીધેલ નથી. જેથી રલનગરના રહેવાસીએ જાહેર હીતાર્થે વિજ્ઞાપન અને કાયમી મનાઇ હુકમ મેળવવા માટે દાવો રાજકોટના અધિક સીની. સીવીલ જજ પી.કે. રાય સમક્ષ રે દી.કેસ. નં. 127/21 થી દાખલ કરવામાં આવ્યો છે.