એસએમસીએ દરોડો પાડ્યા બાદ સજારૂપી હુકમ થતા પોલીસે બેડામાં ખળભળાટ
રાજકોટના કુવાડવા રોડ ઉપર જાહેરમાં ધમધમતા બાયોડીઝલના હાટડા ઉપર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ગત 20 તારીખે દરોડો પાડી 72 લાખનો મુદામાલ કબજે કર્યો હતો. આ બનાવ અંગે રાજકોટમાં વહીવટદાર તરીકે કોન્સ્ટેબલની અરજણનું નામ ઉછળ્યું હતું.જેથી આનો રીપોર્ટ ડીજીપીને કરતા તેની વડોદરા ગ્રામ્યમાં બદલીનો હુકમ કરતાં ખળભળાટ મચી જવા પામી છે.
રાજકોટમાં માસિક લાખો રૂપિયાનો હપ્તો બાંધી બાયોડીઝલનો કાળો કારોબાર ચલાવવાનો પરવાનો આપ્યો હોય તેમ ગીનલેન્ડ ચોકડી ચાલતા હાટડા ઉપર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડી 11ને ઝડપી લીધા હતા આ બેદરકારી અંગે ટ્રેપ કરનાર ટીમે ડીજીપીને ધગધગતો રીપોર્ટ સુપ્રત કર્યો હતો જેમાં વહીવટદાર તરીકે રાજકોટના ઉચ્ચ અધિકારીના નજીકના વિશ્વાસ કોન્સ્ટેબલ એવા અરજણ હરભમભાઈ ઓડેદરાની સ્પષ્ટ સંડોવણી હોવાનું જણાવ્યું હતું આ રીપોર્ટ આધારે આજે ગાંધીનગર અધિક પોલીસ મહાનિર્દેશક નરસિમ્હા કોમરએ કોન્સ્ટેબલ અરજણ ઓડેદરાની તાત્કાલિક અસરથી વડોદરા ગ્રામ્ય ખાતે બદલીનો હુકમ કરતા પોલીસબેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે ત્યારે આ કિસ્સામાં ગૃહ વિભાગ દ્વારા અન્ય પોલીસ અધિકારી સામે પગલા લેવાશે કે કેમ તેના ઉપર સૌની નજર મંડાયેલી છે.