રાજકોટ વધુનફો કમાવવાની લાલસામાં માનવી કઇ હદ સુધી માનવતા નેવે મૂકી દે છે તે રાજકોટમાં અમુક ભેળસેળિયા વેપારીઓએ સાબિત કરી દીધું છે. કોઇ દૂધમાં મિલાવટ કરે છે તો કોઇ મીઠાઇમાં, અમુક ખાદ્ય આઇટમમાં તો કેમિકલનું ભેળવતા પણ દયા વિહીન વેપારીઓ અચકાતા નથી. ચા અને થેપલા બાદ હવે મીઠાઈની દુકાનો પર પણ આરોગ્ય વિભાગે દરોડા પાડી મોટી સંખ્યામાં અખાદ્ય મીઠાઇના જથ્થાનો નાશ કર્યો હતો. થોડા સમય પહેલા જ મનપાની આરોગ્ય વિભાગે ખેતલાઆપા ચા અને થેપલા બનાવતા એક યુનિટ પર દરોડા પાડ્યા હતા.
1124 કિલો અખાદ્ય વસ્તુઓનો નાશ કરાયો
રાજકોટ મનપા દ્વારા દશેરાના તહેવારોને અનુલક્ષીને મીઠાઇનું વેચાણ કરતાં વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં નાડોદાનગર શેરી નંબર 2માં શિવશક્તિ ગૃહ ઉદ્યોગમાં મીઠાઇ ઉત્પાદન કેન્દ્ર પર દરોડા પાડવામાં આવ્યા હતા. અહીં મોટા જથ્થામાં મોહનથાળ, બુંદીના લાડુ તથા સોનપાપડીમાં કેમિકલ કલરનો ઉપયોગ થતું હોવાનું બહાર આવ્યું હતું. તો ઓરેન્જ કલરની સોનપાપડીમાં એસન્સ તથા કલરનો ઉપયોગ થતો હોવાનું બહાર આવ્યું હતું. દરોડા બાદ કુલ 1124 કિલો અખાદ્ય વસ્તુઓનો નાશ કરાયો હતો.
વર્ષ2011માં નવો કડક ફૂડ સેફ્ટી એક્ટ લાગુ પડ્યો છે. તેમા થયેલી સજાની જોગવાઇમાં જો કોઇ આઇટમ અનસેફ આવે એટલે તેમા 6 માસથી લઇને 10 વર્ષ સુધીની જેલની સજા છે. જો કે અનસેફના કેસમાં કોઇનું ડેથ થયું હોય એવા કિસ્સામાં જેલની સજા પડે છે.