સરકાર વિકાસમાં નિષ્ફળ રહી હોવાના આક્ષેપ, સરકાર વિરુદ્ધ નારેબાજી
રાજકોટ શહેર-જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા “વિકાસ કોનો ? વિકાસ ખોજ અભિયાન” કાર્યક્રમ દ્વારા લિજ્જત પાપડ ગૃહ ઉદ્યોગ પાસેના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેને પગલે 33 જેટલા કાર્યકરોની પોલીસે અટકાયત પણ કરી હતી.
ગુજરાતની ભાજપ સરકાર 7 ઓગસ્ટના દિવસે “વિકાસ દિવસ” ઉજવીને ગુજરાતની પ્રજાને ગેરમાર્ગે દોરવા તાયફાઓ કરી રહી છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાની સૂચના અનુસાર રાજકોટ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા “વિકાસ કોનો ? વિકાસ ખોજ અભિયાન” કાર્યક્રમ દ્વારા આજ રોજ લિજ્જત પાપડ ગૃહ ઉધોગ પાસે સ્લમ, ઝૂંપડપટી વિસ્તારમાં સરકારની નિષ્ફળતાઓનો વિરોધ દર્શાવવવામાં આવ્યો.
તેમાં રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર, કાર્યકારી પ્રમુખ પ્રદીપભાઈ ત્રિવેદી, પૂર્વ પ્રમુખ મહેશભાઈ રાજપૂત, ગાયત્રીબા વાઘેલા, હેમાંગ વસાવડા, ભાનુબેન સોરાણી, ભરતભાઈ મકવાણા, દિપ્તીબેન સોલંકી, પ્રતિમા બેન વ્યાસ, જયાબેન ટાંક, હિરલ રાઠોડ, વિનુભાઈ ધડુક, પ્રભાતભાઈ ડાંગર, નરેશભાઈ પરમાર, નારણભાઈ હિરપરા, સુરેશભાઈ ગરૈયા, દિલીપભાઈ આશવાણી, ઠાકરસીભાઈ ગજેરા, ભાવેશભાઈ ખાચરીયા, મહેશભાઈ પાસવાન, પ્રવીણભાઈ મૈયડ, ગીરીશભાઈ ઘરસંડિયા, કનકસિંહ જાડેજા, અલ્પેશ ટોપીયા, આશિષસિંહ વાઢેર, રોહિતભાઈ બોરીચા, રણજિત મુંધવા,મુકેશભાઈ પરમાર, હારદીપ પરમાર, કેતનભાઈ તાળા, જગદીશભાઈ સખીયા, અજિતભાઈ વાંક સહીત ના આગેવાનોની એ ડિવિઝન પોલીસ દ્વારા તમામ આગેવાનો કાર્યકરોની અટક કરવામાં આવી.