અબતક, રાજકોટ
પર્વાધિરાજ પર્યુષણના પાવન દિવસો તપ, ધર્મ, આરાધના સાથે આગળ વધી રહ્યાં છે. મૂર્તિ પૂજક જૈનોમાં આજે પર્યુષણ પર્વનો પાંચમો દિવસ જ્યારે સ્થાનકવાસી જૈનોમાં આજે ચોથા દિવસની ઉજવણી કરવામાં આવી છે. વિવિધ દેરાસરોમાં આજ સવારથી જ માતા ત્રિશલા દેવીને આવેલા ચૌદ સ્વપ્નાઓ ઉતારવાનો લાભ ભાવિકોએ લીધો હતો. આજે ભગવાન મહાવીર સ્વામીના હર્ષોલ્લાસ સાથે જન્મ વધામણાં થયા હતાં. વિવિધ સંઘોમાં પૂજ્ય ગુરૂદેવોના શ્રીમુખેથી કલ્પસૂત્રોના વાંચન, ભગવાન મહાવીર સ્વામીના જન્મ વાંચન તથા ચૌદ સ્વપ્નનું વર્ણન થયું હતું. આજે દેરાસરોમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા અને સ્વપ્ન દર્શનનો લાભ લીધો હતો.
મણીયાર દેરાસર ખાતે આજે ભગવાન મહાવીર સ્વામીના જન્મ વધામણાં થયા હતાં. માતા ત્રિશલા દેવીને આવેલા ચૌદ સ્વપ્નનું મહત્વ સમજાવતાં મેવાડ કેશરી નાકોડા તીર્થહિરાક પરમ પૂજ્ય શ્રીમદ વિજયહિમાચલ સુરીશ્ર્વરજી મહારાજે જણાવ્યું હતું કે ચૌદ સ્વપ્ન જેમાં હાથી, વૃષભ, સિંહ, લક્ષ્મી, પુષ્પની બે માળા, ચંદ્ર સુર્ય, ધજા, કળશ, પદ્મસરોવર, ક્ષીર સમુદ્ર, દેવ વિમાન, રત્ન રાશી અને અગ્ની વગેરે છે.
14 સ્વપ્નનો મર્મ એ છે કે એ તીર્થકરની માતા જ જોવે બીજા કોઇ નો જોઇ શકે જે 14 સ્વપ્ન એમની માતા જુવે છે. એ જ તીર્થકર બને છે. બીજા તીર્થકર બની શકતા નથી તો એ 14 સ્વપ્ન મહા માંગલીકરૂપે જાણવામાં આવે છે. જેને અનુભવ કીધો છે એને અનુભવ કરવામાં આવે છે અને આજની પ્રજામાંથી જો કોઇને એક સ્વપ્ન પણ આવી જાય તો એનો જન્માંશે સફળ થયા વગર રહેતો નથી એટલે જો 14 સ્વપ્ન છે એ આપણા 14 પૂર્વના ક્ષારરૂપે જેમ નમસ્કાર મહામંત્ર છે એમ આપણે 14 ગુણો સ્થાનક ઉપર ચડવાનું છે. એના આલેખન રૂપે આપણેએ 14 સ્વપ્નાને આત્મ ભાવે ધારવાનાં છે.
“પ્રથમ સ્વપ્ન હાથીનું આવ્યું એનો મર્મ”
હાથીનો સંકેત એ હતો હાથી જેમ શૂરવીર છે અને મંગલકારી છે. એવી રીતે ભારી છે. પણ જ્યાં પણ જાય ત્યાં કામ હલકુ કરીને આવે છે. એના માટે પણ મનુષ્ય જન્મ તો જન્મ લીધો છે. એ જન્મ ભારે છે પણ એ જન્મ જો ભારે છે. એને આપણે ભવથી હલકા કરવા માટે હાથીના સ્વપ્નનો મર્મ છે.
ગજરાજ એટલે 14 સ્વપ્નનો છે અને બધા પશુઓ જ છે. એમાં રાજાનું કામ કરે છે. જેમ સિંહ પણ રાજા છે. સિંહ જેમ વનનો રાજા છે. એમ આ મૃત્યુલોકનો રાજા છે. મહાવીર સ્વામી આગલા ભવે દેવલોકમાંથી જન્મ્યા છે અને એની પહેલા નંદન ઋષિના ભવમાં હતા અને સૌથી પહેલો ભવ જ હતો. ઇ મહિસારનો ભવ હતો અને મહિસારનાં ભવમાંથી સારૂને જ્યારે સુપાત્રદાન દીધુ ત્યારે એને સમકિત પ્રાપ્તિ થઇ અને સમકીતની પ્રાપ્તિ થયા પછી એમને એવું જીવન મળ્યુ કે કર્મ જે કીધા હતા એ સુખ દુ:ખના કર્મ એમને ભોગવ્યા અને જ્યારે ફરીથી ભવમાં આવ્યા ત્યારે ભરત મહારાજના દીકરા હતાં. આદીનાથ પ્રભુએ એને સાંભળ્યું કે આ 24માં તીર્થંકર થવાના છે.