ધીરૂભાઇ સરવૈયાએ લોકોને મન મુકી હસાવ્યા
રાજકોટના તમામ આઇ.ટી. ઉઘોગ એટલે કે કોમ્પ્યુટર, લેપટોપ અને પેરિફરલ્સના વેપારીઓને સાંકળતી સંસ્થા એટલે રાજકોટ કોમ્પ્યુટર ટ્રેડર્સ એસોસીએશન જે છેલ્લા ર0 વર્ષથી કાર્યરત છે. અને ગુજરાતના તમામ આઇ.ટી. એસોસીએશનમાં આગવું સ્થાન ધરાવે છે. તેમના દ્વારા બિઝનેસ ઇવેન્ટ, મોટીવેશનલ પ્રોગ્રામ, નોલેજ શેરિંગ, પ્રોડકટની ટ્રેનિંગ, સેમિનાર વગેરે આયોજન થતા હોય છે.
ત્યારે એસોસીએશનના મેમ્બર્સ અને તેના ફેમેલી માટે પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ રાજકોટ ખાતે ધીરુભાઇ સરવૈયાનો હાસ્યરસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં મેમ્બર્સ તેની ફેમેલી સાથે ઉ5સ્થિત રહ્યા હતા. કામને લઇને મેમ્બર્સના મુખ પરથી હાસ્ય લુપ્ત થઇ ગયું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે તે ફરી લાવી શકાય તે માટે ખાસ તો આ આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન એ પ્રકારે કરાયું છ કે લોકો પોતાની ફેમેલી સાથે કાર્યક્રમનો આનંદ મેળવી જશે.
એસોસિએશનના સભ્યોના મુખનું લુપ્ત થયેલું હાસ્ય ફરી પાછુ લાવવા કર્યુ આયોજન: સંજયભાઇ તાળા
રાજકોટ કોમ્પ્યુટર ટ્રેડર્સ એસો.ના પ્રમુખ સંજયભાઇ તાળા એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા ર0 વર્ષથી કાર્યરત છે. અને તેઓ આઇ.ટી. એસો. માં આગવું સ્થાન ધરાવે છે. અમારા દ્વારા દર વર્ષે આયોજન કરવામાં આવતા હોય છે. ત્યારે આ વર્ષે અમે લોકો ફેમેલી સાથે બેસી અને આનંદ માણી શકે. એવું આયોજન કર્યુ છે. અમારા બધા મેમ્બર્સ કામમાં એટલા બધા વ્યસ્ત હોય છે. કે તેના મુખ પરથી હાસ્ય બધા વ્યસ્ત હોય છે. ક તેના મુખ પરથી હાસ્ય લુપ્ત થઇ ગયું હોય એવું લાગે છે. એટલે ખાસ તો એ માટે આ હાસ્ય દરબારનું આયોજન કર્યુ છે. આ કાર્યક્રમ 750 થી વધુ આર.સી.ટી.એ. મેમ્બસ અને તેના પરિવાર જનો અહિ ઉ5સ્થિત રહ્યા છે.