મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ લીધી કોઠારીયામાં બનતી હાઈસ્કૂલની મુલાકાત
રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર અમિત અરોરાએ આજે સવારે કોઠારિયા વિસ્તારમાં નવી બની રહેલી હાઈસ્કૂલની સાઈટની મુલાકાત લીધી હતી, અને હાઈસ્કૂલમાં સમાવિષ્ટ થનાર વિવિધ સુવિધાઓ વિશે માહિતી પ્રાપ્ત કરી હતી. કમિશનરે આ પ્રોજેક્ટની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપી હતી. સાથોસાથ કમિશનરે આ હાઈસ્કૂલના કમ્પાઉન્ડમાં વ્રુક્ષારોપણ પણ કર્યું હતું. આ ઉપરાંત કમિશનરે કોઠારિયા વિસ્તારમાં સને:2019માં નવનિર્મિત કરવામાં આવેલી હાઈસ્કૂલની પણ મુલાકાત લીધી હતી.
રાજકોટ મહાનગર પાલિકાનાં આવાસ યોજના (ટેકનીકલ) વિભાગ દ્વારા હાલમાં જ રાજકોટ મહાનગરપાલિકાની હદમાં બે નવા વિસ્તારો – કોઠારિયા અને વાવડી નો સમાવેશ કરવામાં આવેલ છે. કોઠારિયા ગામમાં હાલ 11 પ્રાથમિક શાળાઓ આવેલ છે.
સ્થાનિકે લોકો અને વાલીઓ તરફથી આવેલ માંગણી અનુસાર સદરહુ વિસ્તારમાં હાઈસ્કુલ બનાવવામાં આવે તો વિદ્યાર્થીઓને દુર સુધી અભ્યાસ માટે જવું પડે નહી. સદરહુ વિસ્તારમાં વોર્ડ નં 18માં કોઠારિયા સોલવન્ટ વિસ્તારમાં કોઠારિયા સ્ટેશન પ્રાથમિક શાળા આવેલ છે. જેનું નિર્માણ આશરે સને 1975માં કરવામાં આવેલ. હાલ આ શાળામાં 38 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેમને બાજુમાં જ આવેલ અન્ય શાળામાં સમાવેશ કરવાનો થશે. આ શાળાની જગ્યાએ રૂા.3.49 કરોડના ખર્ચે હાઈસ્કુલ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહેલ છે. જેથી વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે દુર જવાની જરૂર રહેશે નહી.
મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ લીધી કોઠારીયામાં બનતી હાઈસ્કૂલની મુલાકાત
મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ આજે સવારે કોઠારિયા વિસ્તારમાં નવી બની રહેલી હાઈસ્કૂલની સાઈટની મુલાકાત લીધી હતી અને આ પ્રોજેક્ટની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપી હતી.