ગોલ્ડ લોન લીધા બાદ 12 ટકાને બદલે 25 ટકા વ્યાજ વસુલ્યું
સમયસર હપ્તા ભરવા છતાં કોરોના મહામારીમાં લોકડાઉન દરમીયાન બમણું વ્યાજ વસૂલતી મુથુટ ફાઈનાન્સ કંપની વિરુદ્ધ ગ્રાહક સુરક્ષા માં ફરિયાદ નોંધાવી છે.રાજકોટ શહેરમાં રહેતા મૌલિકભાઈ નિલેશભાઈ દવે એ મુથુટ ફાઈનાન્સ માંથી ગોલ્ડ ગીરવે મુકી રૂ. 5 લાખની લોન લીધેલી જેમાં વાર્ષિક વ્યાજ દર 12% નક્કી થયેલ હતો. લોન લીધેલ ત્યારથી 09/03/2020 સુધી સમયસર વ્યાજ ભરપાઈ કરવામાં આવેલું.
બાદ કોવીડ-19 ની મહામારી ના લીધે સરકાર દ્વારા લોકડાઉન જાહેર દરમિયાન પણ લોન ધારક રૂબરૂ પૈસા ભરવા આવેલ પરંતુ મુથુટની બ્રાંચ બંધ હોવાથી તેઓ પૈસા જમા કરાવી શકેલ નહી અને બાદ ફોન પણ કરેલ પરંતુ મુથુટ દ્વારા કોઇપણ પ્રકાર નો પ્રત્યુતર આપેલ નહી. આશરે બે માસ પછી બ્રાંચ માંથી ફરિયાદીને ફોન આવેલ કે હવે બ્રાંચ ખુલી ગયેલ છે તમો તમારા પૈસા ભરી જશો જેથી ફરિયાદી રૂબરૂ જતા બાકી રહેતી રકમ પૂછતા એવું જણાવવામાં આવેલ કે લોકડાઉનના બે મહિનાનું વ્યાજ ભરેલ ન હોવાથી હવે તમોએ 12% નહી આશરે 25% જેટલું વ્યાજ ચુકવવું પડશે.
ખોટા વ્યાજની કંપની દ્વારા માંગણી કરતા ફરિયાદીએ કંપનીમાં ફરિયાદ કરેલી અને કંપનીના કર્મચારી દ્વારા વ્યાજ ઓછું થાય તે માટે ઉપર કંપનીમાં મેઈલ કરીએ છીએ તમો અમારા અરિયા મેનેજરનો સંપર્ક કરો 20 થી 25 દિવસમાં ઉપરથી નિર્ણય લેવાય એટલે તમે લોન ભરી જશો તેવું જણાવેલ. બાદ મેનેજર દ્વારા કોઈ યોગ્ય જવાબ આપવામાં આવેલ નથી અને અયોગ્ય વ્યાજ બાબતે ફરિયાદીની ફરિયાદ અંગે કોઈ કંપની દ્વારા જવાબ આપવામાં આવેલ નહી. ગ્રાહકના હક્ક ઉપર ખોટી તરાપ મારી ખોટો સમય પસાર કરી વધુ વ્યાજ મળે તેવું દુષ્કૃત્ય કરેલું .
કમ્પની તરફથી કોઈ પ્રતુત્તર ન મળતા. ગોલ્ડની લોન ધારક ને અત્યંત જરૂરિયાત હોવાથી લોન અયોગ્ય વ્યાજ સાથેની રકમ સહીત તા. 4/9/2020 ના રોજ બ્રાન્ચમાં અરજી કરી સખ્ત વાંધા સાથે ભરપાઈ કરેલી અને કંપની તરફથી પુરતો સંતોસકારક સહયોગ કે સેવા આપવામાં આવેલી નહિ . કોવીડ-19 ની મહામારીની આડમાં ખોટી રીતે, વ્યાજ કંપનીએ વસૂલતા.
ફરિયાદી દ્વારા તેમના એડવોકેટ મારફતે ગ્રાહક સુરક્ષામાં કેસ દાખલ કરેલો આ કામમાં ફરેયાદી વતી એડવોકેટ તરીકે પી.એમ. શાહ લો ફર્મ ના પીયુશભાઇ શાહ, અશ્વિનભાઈ ગોસાઈ, નિતેશભાઈ કથીરિયા, નીવીદભાઈ પારેખ, હર્ષિલભાઈ શાહ, જયભાઈ માગ્દાની, જીતેન્દ્રભાઈ ધૂળકોટિયા, રાજેન્દ્રભાઈ જોશી, વિશાલભાઈ સોલકી, કિશનભાઈ ચાવડા, જીગ્નેશભાઈ ચાવડા, રોકાયેલા હતા