શસ્ત્રો થકી પ્રજાના જાન-માલના રક્ષણ માટે અતિ આવશ્યક અને ઉપયોગી છે. રાજાશાહીમાં ક્ષત્રિયો શસ્ત્રોને પોતાનું આભૂષણ ગણતા અને ધર્મ યુધ્ધમાં શસ્ત્ર થકી જ પોતાનું શૌર્ય બતાવતા હતા.આદી કાળથી શસ્ત્રનું મહત્વ રહ્યું છે. આજે ડિઝીટલ યુગમાં પણ શસ્ત્રોનું મહત્વ જળવાય રહ્યું છે.
સમાજમાં રહે અનિષ્ટ પર અંકુશ માટે પોલીસ માટે શસ્ત્ર આપવામાં આવ્યા છે. શસ્ત્રને શક્તિનું પ્રતિક પણ ગણવામાં આવે છે. ત્યારે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા પોલીસ હેડ કવાર્ટર ખાતે શાસ્ત્રોકત વિધી અનુસાર પોલીસને ઉપયોગમાં આવતા તમામ પ્રકારના હથિયારનું પૂજન કરવામાં આવ્યું હતું ત્યારે જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી ઝોન-1 સજજ્નસિંહ પરમાર, ડીસીપી ઝોન-2 સુધિર દેસાઇ, ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી ડો.પાર્થરાજસિંહ ગોહિલ, ટ્રાફિક બ્રાન્ચ ડીસીપી પૂજા યાદવ, સાયબર ક્રાઇમ એસીપી વિશાલ રબારી, એસીપી જે.એસ.ગેડમ, ટંડન, રાઠોડ, બારીયા, ક્રાઇમ બ્રાન્ચ પી.આઇ. વાય.બી.જાડેજા, જે.ડી.ઝાલા, સુધિર રહાણે, ભાર્ગવ ઝણકાંત, વ્યાસ, મહિલા પી.આઇ. કાજલ મકવાણા અને અશોકસિંહ જાડેજા સહિતના પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે પોલીસના સશસ્ત્રના પૂજન બાદ પોલીસના વાહન અને અશ્ર્વનું પણ પૂજન કર્યુ હતુ .