રાજકોટ મહાનગપાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે દરેક પાર્ટીના નેતાઓ પોતાના પક્ષને જીતાડવા માટે તંગતોડ મહેનત કરી રહ્યા છે ત્યારે વોર્ડ નં 9માં યુનિવર્સિટી રોડ પર મધ્યસ્થ કોંગ્રેસ કાર્યાલયનો પ્રારંભ થઈ ચૂક્યો છે. કાર્યાલયના પ્રારંભમાં પ્રચંડ જનસમર્થન જોવા મળ્યું છે.આ કાર્યક્રમમાં કોંગ્રેસ અગ્રણી જશવંત સિંહ ભટ્ટી,શહેર પ્રમુખ હેમાંગ વસાવડા અને પૂર્વ ધારસભ્ય ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુ પણ હાજરી આપી હતી. નવ યુવાનો આ ચૂંટણી જીતવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.
વોર્ડ નં 9માં છેલ્લા 3 ટર્મથી ભાજપનું શાસન રહ્યું છે કમલેશ મીરાણી ભાજપ શહેર પ્રમુખ અને પૂર્વ કોર્પોરેટર હોવા છતાં લોકોને ઘણી બધી અગવડતા ભોગવવી પડી છે.કોંગ્રેસના નવ યુવાનો વિશાલ દોંગા,અર્જુન ગુજરીયા, પ્રતિમા વ્યાસ અને ચંદ્રિકાબેન ધરસંડિયાએ લોકોને સંબોધતા કહ્યું છે કે,જો તમારો મત અમને આપશો તો અમે વોર્ડ નં 9માં ધરખમ ફેરફાર લાવીશું તેમાં 24 કલાક પાણી,લાઈટ અને ડિજિટલ શાળાઓ,વગેરે વચન પણ આપવામાં આવ્યા છે.