અનુભવી અને નિષ્ણાંત તબીબોની દેખરેખ હેઠળ દર્દીઓને દાખલ કરી અપાતી સારવાર
રાજકોટ શહેરની મધ્યમાં આવેલ પંચનાથ સાર્વજનિક મેડિકલ ટ્રસ્ટ સંચાલીત મંગળાબેન ડાયાભાઈ કોટેચા હોસ્પિટલનો આધુનિક સભર ભવનમાં પ્રારંભ થયા બાદ લોકો તરફથી પ્રચંડ પ્રતિસાદ મળી રહ્યો છે અને નજીકના ભવિષ્યમાં જ કુલ ક્ષ્ડડટ ચોરસવાર જગ્યામાં પથરાયેલું આ ભવ્ય સંકુલ નાનું પડશે તેવું જણાઇ રહ્યુ છે.
ગ્રાઉન્ડ અને પાંચ માળ ધરાવતા હોસ્પિટલના ત્રીજા માળમાં, 4 ટ્વીન શેરીંગ રૂમ, ર સ્પેશીયલ વોર્ડ તેમજ 1રબેડનો અદ્યતન જનરલ વોર્ડ આવેલ છે જેમાં 4 બેડ મહિલા અને 4 બેડ પુરુષ દર્દી માટે અલાયદો રાખવામાં આવેલ છે. આ પ્રથમ ટ્રસ્ટ સંચાલીત હોસ્પિટલ હશે કે જેમાં જનરલ વોર્ડ સંપૂર્ણ રીતે વાતાનુંકુલિત છે. દરેક બેડ પર ઓક્સીજન ગેસની સંપૂર્ણ વ્યવસ્થાની સાથેસાથ દર્દીઓની ગોપનીયતા જળવાઈ રહે તેવો નમ્ર પ્રયાસ કરવામાં આવેલ છે. જનરલ વોર્ડમાં દર્દીઓની સાથે તેમના 1 સ્વજન સાથે રહી શકે તેવી તેમજ દર્દીઓની ખબરઅંતર પુછવા આવેલા સગાસંબંધીઓ માટે વિશાળ પ્રતિક્ષ્ાાલયની સુવિધા રાખવામાં આવી છે.
ચોથા માળમાં 4 ટ્વીન શેરીંગ રૂમ ર સ્પેશિયલ વોર્ડ તથા ક્ષ્ડ બેડનો અધતન આઈ.સી.યુ. રૂમ આવેલ છે તેમાં આધુનિક સાધનો જેવા કે વેન્ટીલેટર સેન્ટ્રલાઈઝડ પેશન્ટન મોનીટરીંગ સાથે (એનએબીએસ) અને બીજી મેડિકલ ગાઈડલાઈન મુજબ વેન્ટીલેશન એરક્ધડીશનિંગ તેમજ ઈન્ફ્રાસ્ટ્રકચરમાં મિનિમમ ક્રોસ ઈન્ફેકશનનો ખ્યાલ રાખીને દરેક પેશન્ટના બેડ પાસે વ્યક્તિગત પેનડનટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
પાંચમાં માળે સર્જરી માટે 450થી વધારે સ્ક્વેર ફુટ જગ્યામાં 3 અત્યંત આધુનિક બેકટેિરયા રહિત મોડુલર ઓપરેશન થિયેટરર્સ, ડોકટર્સ લોન્જ તથા 4 બેડનો પોસ્ટ ઓપરેટીવ રૂમ આવેલ છે. ત્રણેય ઓપરેશન થિયેટરર્સ પણ એ.એચ.યુ. સુવિધાઓ ધરાવતા હોવાથી હેપા ફિલ્ટર દ્વારા વાઈરસ મુક્ત રાખી શકશે ઓપરેશન થિયેટરર્સની દિવાલો સિલ્વર આઈ.એન.સી.સી. કોટેડ હોવાથી કોઈપણ પ્રકારના વાયરસ ઉત્પન થતા નથી તેવો કંપનીનો મજબુત દાવો છે.
હોસ્પિટલમાં ઓર્થોપેડીક કાન, નાક તથા જનરલ સર્જનની નિમણુંક કરવામાં આવી છે જેમા ડો. વિરલ વસાવડા એમ઼એસ. (જનરલ સર્જન)ની ડીગ્રી પ્રાપ્ત કરેલ છે. તેઓ સોમ, બુધ, ગુરુવારે સાંજે 4-30થી 5-30 અને શનિવારે સવારે 9-30થી 10-30 સુધી મળી શકશે તેવી જ રીતે ડો. બંકિમ થાનકી પણ એમ઼એસ. જનરલ સર્જન છે અને ખુબ જ સીનીયર તબીબ તરીકેની નામના ધરાવે છે તેઓ દર ગુરુવારે સાંજે 4-30થી 5-30 દરમિયાન મળી શકે છે.
ડો. જુહી મણીયાર /તેજૂરા એમ઼એસ. (ઈ.એન.ટી.સર્જન)ની ડીગ્રી મેળવી ચૂક્યા છે. તેઓ સોમારથી શનિવાર સુધી સવારે 9-30થી 11-30 અને સાંજે 4-30થી 6-30 સુધી નિયમિત રીતે મળી શકશે.
ડો. કેલવીન વૈક્ષનાણી ઓર્થોપેડીક સર્જન છે. તેઓ સોમવારથી શનિવાર સુધી સવારે 9થી 10 સાંજે 4થી 6 દરમિયાન મળી શકશે.
વધુ માહિતી પ્રાપ્ત કરવા માટે પંકજ ચગ (મોબાઇલ નં.9879570878) અથવા બીનાબેન છાયાઓ ઓપડી વિભાગ માટે ધ્રુતીબેન ધડુકનો સર્જરી વિભાગ માટે હોસ્પિટલ પર અન્યથા લેન્ડ લાઇન નંબર 0ર81-રરર3ર47/રર31ર15 પર સંપર્ક કરવા હોસ્પિટલની જણાવે છે.
પંચાનાથ સાર્વજ મેડીકલ ટ્રસ્ટના યુવાન પ્રમુખ દેવાંગભાઇ માંકડ, ઉપપ્રમુખ ડો. લક્ષ્મણભાઇ ચાવડા માનદ મંત્રી તનસુખભાઇ ઓઝા, ટ્રસ્ટીઓ વસંતભાઇ જસાણી, મહેન્દ્રસિંહ ગોહેલ, મયુરભાઇ શાહ, ડી.વી. મહેતા વગેરે સેવાભાવી આગેવાનો સૌરાષ્ટ્ર અને કચ્છની જનતા રાહત દરે સર્જરી કરાવી શકે તે ઉદેશ સાથે જહેમત ઉઠાવી રહ્યા છે.