રાજકોટ કલેકટર અઢળક સમિતિઓના અધ્યક્ષ છે. જેથી કામનું ભારણ હળવું કરવા કેટલી સમિતિ કાઢી શકાય ? કેટલી મર્જ કરી શકાય તે મામલે કેન્દ્રીય સંસ્થા કેપેસિટી બિલ્ડીંગ કમિશને રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીનો અભિપ્રાય લીધો હતો. જેમાં તેઓએ 138 કમિટીઓમાંથી 46ને રદ કરી દેવાનું સૂચન આપ્યું છે.
કેપેસિટી બિલ્ડીંગ કમિશન જે વહીવટી સુધારણા માટે અનેક વિગતો એકત્ર કરે છે. અને સરકાર સુધી તેને પહોંચાડે છે. આ કેન્દ્રીય સંસ્થા ઝડપી કામગીરી, નાગરિકોની સવલતમાં વધારો સહિતના મુદ્દે જરૂરી સુધારા વધારા માટે અધિકારીઓ પાસેથી માર્ગદર્શન લ્યે છે. આવી જ રીતના દેશભરમાં જિલ્લા કલેક્ટરો ઉપર કામનું ભારણ હોય તે મુદ્દે આ કેન્દ્રીય સંસ્થાને સર્વે હાથ ધર્યો હતો.
રાજકોટ ઉપરાંત દેશના 17 કલેકટરો પાસેથી અભિપ્રાયો માંગી કેન્દ્રીય સંસ્થાએ કર્યો સર્વે
કલેકટર અઢળક સમિતિઓના અધ્યક્ષ, કેટલી સમિતિ કાઢી શકાય? કેટલી મર્જ કરી શકાય તે મામલે કેન્દ્રીય સંસ્થા કેપેસિટી બિલ્ડીંગ કમિશને રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીનો અભિપ્રાય લીધો
જિલ્લાના વડા એવા કલેક્ટર 138 જેટલી કમિટીઓના વડા હોય છે આમાંની અનેક કમિટીઓ તો વર્ષો જૂની છે. જેની હાલ જરૂર પણ હોતી નથી. છતાં તેઓ આ કમિટીના અધ્યક્ષ સ્થાને હોવાથી રૂટિન કામગીરી કરવી પડતી હોય છે. આ સંદર્ભે કેપેસિટી બિલ્ડીંગ કમિશન દ્વારા વહીવટી સુધારણા અર્થે તમામ જિલ્લા કલેકટરો પાસેથી વિગતો મંગાવી અને સર્વે હાથ ધર્યો હતો. આ કેન્દ્રીય સંસ્થાને દેશના 18 કલેકટરોના જવાબ રસપ્રદ લાગ્યા હતા. જેથી તેઓએ આ 18 જિલ્લા કલેકટરો સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજી તેઓનું વિગતવાર સૂચન માગ્યું હતું.
રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ આ કેન્દ્રીય સંસ્થાને સૂચન કર્યું હતું કે હાલની 138 કમિટીઓ છે. જેમાં જિલ્લા કલેકટરો અધ્યક્ષ સ્થાને હોય છે. તેમાંથી ત્રીજા ભાગની કમિટીઓ એટલે કે 46 કમિટીઓ બિન જરૂરી છે. તેને રદ કે મર્જ કર્યા બાદ માત્ર ડિપાર્ટમેન્ટલ કોર્ડિનેશનથી કામ સરળ થઈ શકે છે.
આ ઉપરાંત કલેકટર પ્રભવ જોશીએ કામગીરીના ડિજિટલાઇઝેશન ઉપર પણ પોતાના અનેક સૂચનો આપ્યા હતા. આ તમામ સૂચનો કેપેસિટી બિલ્ડીંગ કમિશનના અધિકારીઓ દ્વારા વિગતવાર નોંધવામાં આવ્યા છે. હવે આ સંસ્થા કેન્દ્ર સરકારને આ વિગતો પૂરી પાડશે. જેના આધારે કેન્દ્ર સરકાર જો યોગ્ય લાગે તો નિર્ણય પણ લઈ શકે છે.