રાજકોટ જિલ્લા લીડ બેન્કની રિવ્યુ બેઠક કલેકટરના અધ્યક્ષસ્થાને યોજાઈ
રાજકોટ ડિસ્ટ્રીક્ટ લેવલ ક્ધસલ્ટેટીવ કમિટી તથા રિવ્યૂ કમિટીની બેઠક જિલ્લા કલેક્ટરશ્રી અરૂણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી. જેમાં વિવિધ બેન્કોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.રાજકોટ જિલ્લા લીડ બેન્કના ચીફ મેનેજર તથા લીડ ડિસ્ટ્રીક્ટ મેનેજર સંજય મહેતાએ જણાવ્યું હતું કે, આ બેઠકમાં વિવિધ બેન્કો દ્વારા થતી ત્રિ-માસિક કામગીરીની સમીક્ષા કરવામાં આવશે. રાજકોટ જિલ્લામાં આવતા મહિનામાં ગરીબ કલ્યાણ મેળો યોજાવાનો છે ત્યારે, લાભાર્થીઓને વિવિધ યોજનાકીય સહાય ચૂકવવા માટે વિવિધ બેન્કોનો સહકાર લેવા અંગે આયોજન કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.
લાભાર્થીઓને સહકારી સહાય વિના વિલંબે અને સરળતાથી મળે તે જોવા કલેક્ટર એ ખાસ સૂચના આપી હતી. જિલ્લામાં સુક્ષ્મ-લઘુ-મધ્યમ ઉદ્યોગકારોને પણ સરળતાથી ધિરાણ ઉપલબ્ધ કરાવવા અંગે પણ આ બેઠકમાં ચર્ચા થઈ હતી.કલેક્ટર એ સામાન્ય નાગરિકો માટે કેન્દ્ર સરકારની લાભકારી યોજનાઓ જેવી કે, પ્રધાનમંત્રી જનધન યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા યોજના વગેરેમાં લાભાર્થીઓની સંખ્યા વધે તેના પર ભાર મૂક્યો હતો.