કુલ 10 કેસો ધ્યાને લેવાયા, 5 કેસ ડ્રોપ કરાયા અને બાકીના 5 પેન્ડિંગ રખાયા : હવે આવતી લેન્ડ ગ્રેબિંગથી ભુમાફિયાઓ સામે સટાસટી બોલશે
રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ આજે પ્રથમ લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠક યોજી હતી. જેમાં 10 કેસોને ધ્યાને લેવામાં આવ્યા હતા. જો કે એકેય કેસમાં ફરિયાદ નોંધવાનો નિર્ણય લેવામાં આવ્યો નથી. રાજકોટ જિલ્લા કલેકટર તરીકે ચાર્જ સંભાળ્યા બાદ પ્રભવ જોશીએ આજે પ્રથમ વખત પોતાની અધ્યક્ષતામાં લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠક કલેકટર કચેરી ખાતે યોજી હતી.
જિલ્લા કલેક્ટરની આ પ્રથમ લેન્ડ ગ્રેબિંગ બેઠક હોય, 10 કેસો જ ધ્યાને લેવામાં આવ્યા હતા. જેમાના 5 કેસોને ડ્રોપ કરવામાં આવ્યા હતા. જ્યારે 5 કેસોને પેન્ડિંગ રાખવામાં આવ્યા હતા. આ બેઠકમાં એકેય કેસમાં એફઆઈઆર નોંધાવવાનો નિર્ણય લેવામાં આવ્યો ન હતી. ઉલ્લેખનીય છે કે જિલ્લા કલેકટર દ્વારા આજે ટ્રાયલ રૂપે આ બેઠક યોજી હતી. હવે આગામી બેઠકથી જિલ્લા કલેકટર ભુમાફિયાઓ સામે સટાસટી બોલાવવાનું શરૂ કરશે.