ગ્રામ્ય વિસ્તારોમાં ત્રીજી લહેર પૂર્વે સંપૂર્ણ તકેદારી રાખવા કલેકટર તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે સંદર્ભે જિલ્લા કલેકટર રેમ્યામોહન દ્વારા જાહેરનામું પ્રસિધ્ધકરીને ધંધાર્થીઓ માટે આરટીપીસીઆર ટેસ્ટ ફરજીયાત કરવામા આવ્યા છે. જોકે જે ધંધાર્થીએ વેકિસન લીધી હતી તેને છૂટ આપવામા આવનાર છે.
હાલ કોરોનાનીબીજી લહેર સમાપ્ત થઈ ગઈ છે. હવે ત્રીજી લહેર ટુક સમયમાં દસ્તક દે તેવું નિષ્ણાંતોનું માનવું છે. જેને કારણે તંત્ર અત્યારથી જ કોરોનાની ત્રીજી લહેર સામે લડવા માટે તૈયારી હાથ ધરી રહ્યું છે. જેના ભાગ રૂપે જિલ્લા કલેકટર રેમ્યા મોહને આજરોજ એક જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. જેમાં ધંધાર્થીઓ ને ધંધો ચાલુ રાખવા માટે આરટીપીસીઆર ટેસ્ટ ફરજીયાત કરવામાં આવ્યો છે.
આ જાહેરનામુ શાકભાજીના છૂટક તથા જથ્થાબંધ વિક્રેતાઓ, હોટલ તથા રેસ્ટોરન્ટના કર્મચારીઓ, ખાણીપીણીની લારી વાળા, રીક્ષા, ટેકસી ભાડે ફરતા વાહનોના ડ્રાઈવરો તથા કલીનર,પાનના ગલ્લા વાળા-ચાની કીટલીવાળા કે દુકાનવાળા, હેરસલુન તથા બ્યુટીપાર્લરમાં કામ કરતા લોકો, ખાનગી સીકયુરીટીના ગાર્ડજ તથા સ્ટાફ, સુથાર, લુહાર, ઈલેકટ્રીશીયન, પ્લમ્બર, ટેકનીશીયનો વગેરે , શોપીંગ મોલ, તથા શોપીંગ કોમ્પલેક્ષમાં વેચાણ વિતરણ કરતા લોકોને લાગુ પડશે.
આ તમામ ધંધાર્થીઓને કોવીડ નેગેટીવ હોવાનો આરટીપીસીઆર રીપોર્ટ 10 દિવસથી વધુ સમયનો ન હોય તેવો ધંધાના સ્થળે ફરજીયાત ઉપલબ્ધ રાખવાનો રહેશે. જે ધંધાર્થીએ રસીનો ડોઝ લીધો હશે તેને આરટીપીસીઆર રીપોર્ટ કરવવામાંથી મૂકિત મળશે. આ રસીનું પ્રમાણપત્ર અધિકૃત અધિકારી તરફથી માંગેય રજૂ કરવાનું રહેશે. આ જાહેરનામું ગ્રામ્ય વિસ્તારમાં તા. 9થી 30 જૂન સુધી અમલમાં રહેવાનું છે. આ જાહેરનામાનો ભંગ કરનાર વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવામાં માટે રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકથી આસીસ્ટન્ટ પોલીસ સબ ઈન્સ્પેકટરસુધીનોહોદો ધરાવનાર પોલીસ અધિકારી અધિકૃત કરવામાં આવ્યા છે.
જાહેરનામું કોને લાગુ પડશે?
- શાકભાજીના છૂટક તથા જથ્થાબંધ વિક્રેતાઓ
- હોટલ તથા રેસ્ટોરન્ટના કર્મચારીઓ
- ખાણીપીણીની લારી વાળા
- રીક્ષા, ટેકસી ભાડે ફરતા વાહનોના ડ્રાઈવરો તથા કલીનર
- પાનના ગલ્લા વાળા-ચાની કીટલીવાળા કે દુકાનવાળા
- હેરસલુન તથા બ્યુટીપાર્લરમાં કામ કરતા લોકો
- ખાનગી સીકયુરીટીના ગાર્ડઝ તથા સ્ટાફ
- સુથાર, લુહાર, ઈલેકટ્રીશીયન, પ્લમ્બર, ટેકનીશીયનો વગેરે
- શોપીંગ મોલ, તથા શોપીંગ કોમ્પલેક્ષમાં વેચાણ વિતરણ કરતા લોકો.