સ્વચ્છતા રેન્કિંગ જાહેર કરતું કોર્પોરેશન
હોસ્પિટલ કેટેગરીમાં સ્વચ્છતા રેન્કિંગમાં નેત્રદીપ હોસ્પિટલ, હોટલ કેટેગરીમાં ફોર્ચ્યુન પાર્ક, સ્વચ્છ મર્હોલા કેટેગરીમાં શીલ્પન ઓર્નેસ્ટ, સ્વચ્છ માર્કેટ એસોસિએશનમાં કોપર આર્કેડે મેદાન માર્યું: સ્વચ્છ રાજકોટ ચિત્ર, શોર્ટ મુવી, મ્યુરલ્સ, શેરી નાટક, જીંગલ સ્પર્ધા અને સીટીઝન એગેંજમેન્ટના પરિણામો જાહેર, વિજેતાને સર્ટીફીકેટ એનાયત કરાયા
સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૧ને ધ્યાનમાં રાખી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છ હોટલ, સ્વચ્છ સ્કૂલ, સ્વચ્છ મહોલા, સ્વચ્ચછ માર્કેટ એસો., સ્વચ્છ હોસ્પિટલ, સ્વચ્છ સરકારી કચેરી અમે જુદી જુદી કેટેગરીમાં સ્વચ્છતા રેન્કિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના પરિણામે આજે જાહેર કરવામાં આવ્યા છે. વિજેતાઆને મેયર બીનાબેન આચાર્ય સહિતના પદાધિકારીઓ અને નાયબ મ્યુનિ.કમિશનર સહિતના અધિકારીઓ દ્વારા સર્ટીફીકેટ એનાયત કરવામાં આવ્યા છે. નવી કલેકટર કચેરી સ્વચ્છ ગર્વમેન્ટ ઓફિસ જાહેર કરવામાં આવી છે તો સ્વચ્છ સ્કૂલ કેટેગરીમાં રાજકુમાર કોલેજે મેદાન માર્યું છે. આજે સ્વચ્છતા રેન્કિંગ સ્પર્ધાના વિજેતાના નામ કોર્પોરેશન જાહેર કરાયા હતા. જેમાં સ્વચ્છ હોસ્પિટલ કેટેગરીમાં પ્રથમ સ્થાને નેત્રદીપ હોસ્પિટલ, બીજા સ્થાને રાજકોટ કેન્સર હોસ્પિટલ, ત્રીજા સ્થાને એન.એન.વિરાણી વોકહાર્ટ હોસ્પિટલ તથા આરંભ ઈએનટી હોસ્પિટલ, સ્વચ્છ હોટલ કેટેગરીમાં પ્રથમ સ્થાને ફોર્ચ્યુન પાર્ક, જે.પી.એસ. ગ્રાન્ડ, બીજા સ્થાને ફન રેસીડેન્સી, ત્રીજા સ્થાને ધ ઈમ્પીરીયલ પેલેસ અને પેટ્રીયા સ્યુટ, સ્વચ્છ સ્કૂલ કેટેગરીમાં પ્રથમ સ્થાને આર.કે.સી. (રાજકુમાર કોલેજ), બીજા સ્થાને એસ.એન.કે.સ્કૂલ, ત્રીજા સ્થાને સરદાર પટેલ વિદ્યામંદિર અને કડવીબાઈ વિરાણી વિદ્યાલય, સ્વચ્છ રેસીડેન્સ વેલફેર એસો.,/મહોલ્લામાં પ્રથમ સ્થાને સીલ્પન ઓનેસ્ટ, લીલી એન્ડ તુલીપ, ત્રીજા સ્થાને ગુલમહોર રેસીડેન્સી, સ્વચ્છ માર્કેટ એસો.ના પ્રથમ સ્થાને કોપર આર્કેડ, બીજા સ્થાને કક્ષત્ર ૭, ત્રીજા સ્થાને સ્વર્ણ ભૂમિ કોમ્પલેક્ષ, જ્યારે સ્વચ્છ વર્ગમેન્ટ ઓફિસ કેટેગરીમાં પ્રથમ સ્થાને નવી કલેકટર કચેરી, બીજા સ્થાને પીજીવીસીએલ કોર્પોરેટ ઓફિસ અને ત્રીજા સ્થાને હેડ પોસ્ટ ઓફિસને વિજેતા જાહેર કરવામાં આવી છે. સ્વચ્છ રાજકોટ સ્પર્ધામાં અલગ અલગ કેટેગરીમાં જેમાં ચિત્ર સ્પર્ધા, શોર્ટ મુવી સ્પર્ધા, મ્યુરલ્સ સ્પર્ધા, શેરી નાટક સ્પર્ધા અને જીંગલ સ્પર્ધામાં પણ આજે ૧ થી ૩ નંબરના વિજેતાઓના નામ જાહેર કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત સિટીઝન એંગેજમેન્ટ સ્પર્ધામાં સ્ટાર્ટ અપ કંપની જ્યોતી સીએનસી ઓટોમેશન લીમીટેડ, એન્ટરપ્રિનર કેટેગરીમાં તિર્થ એગ્રો ટેકનોલોજી લીમીટેડ, વોન્ટરી ઓર્ગેનાઈઝેશન કેટેગરીમાં શ્રી ગુર્જર સુથાર વાડી સંસ્થા અને રીલીઝીયસ ઈન્સ્ટિીટયુટ કેટેગરીમાં શ્રી ઉમિયા માતાજી મંદિર સંસ્થાનને વિજેતા ઘોષીત કરવામાં આવ્યા છે.
આજે મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે યોજવામાં આવેલા સ્વચ્છતા રેન્કીંગ અને સ્વચ્છ રાજકોટ સ્પર્ધાના પરિણામ જાહેર કરવાનો કાર્યક્રમ વિજેતાઓને મેયર બીનાબેન આચાર્ય, શાસક પક્ષના નેતા દલસુખ જાગાણી, દંડક અજય પરમાર, આરોગ્ય સમીતીના ચેરમેન જયમીન ઠાકર, સેનીટેશન ચેરમેન અશ્ર્વિન ભોણીયા, ડીએમસી એ.આર.સિંહ, પર્યાવરણ ઈજનેર નિલેશ પરમાર સહિતના લોકો ઉપસ્થિત રહ્યાં હતા. પદાધિકારીઓ અને બીએમસીના હસ્તે વિજેતાઓને સર્ટીફીકેટ એનાયત કરવામાં આવ્યું છે. આ તકે મેયરે રાજકોટ સ્વચ્છતા રેન્કિંગમાં નંબર-૧ બને તેવા પ્રયાસો હાથ ધરવા તાકીદ કરી હતી.