જિલ્લાના ઇતિહાસમાં 20 વર્ષ બાદ સૌથી મોટો ફેરફાર : 168 નાયબ મામલતદારોની ફેરબદલી
જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ 4 વર્ષથી એક જ જગ્યાએ ફરજ બજાવતા 36 મળી કુલ 45 નાયબ મામલતદારોની બદલી કરી, પ્રમોશનથી નાયબ મામલતદાર બનેલા 114 કર્મચારીઓ અને જિલ્લા ફેર બદલીથી આવેલા 9 કર્મચારીઓને આપ્યું પોસ્ટિંગ
રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશી હવે સેટ થઈને એક્શન મોડમાં આવી ગયા છે. સામાન્ય રીતે કોઈ કલેકટર જે જોખમ ન ખેડે તે જોખમ ખેડીને પ્રભવ જોશીએ જિલ્લામાં મોટા ફેરફારો કર્યા છે. એકસાથે 168 જેટલા નાયબ મામલતદારોની ફેરબદલી કરી છે. જેમાં મહેસુલ- અપીલ શાખામાં મોટા ફેરફાર, પુરવઠામાં એક ડઝનની ફૌજ, દબાણ હટાવ શાખાઓ પણ મજુબત બનાવવા સહિતના છેલ્લા 20 વર્ષમાં ન લેવાયા હોય તેવા નિર્ણયો લીધા છે. જેથી હવે જિલ્લામાં કંઈક મોટું થવાનું હોય તેવા અણસાર મળી રહ્યા છે.
રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ છેલ્લા 4 વર્ષથી એક જ જગ્યાએ ફરજ બજાવતા 36 સહિત કુલ 45 નાયબ મામલતદારોના બદલીના ઓર્ડર કર્યા છે.
જિલ્લા કલેક્ટર દ્વારા જે 45 નાયબ મામલતદારોની બદલી કરવામાં આવી છે. તેમાં સ્થાનિક સ્વરાજ્ય ચુંટણી શાખાના એ.જી.મહેતાની પૂરવઠા નિરિક્ષક-1, મેજિસ્ટ્રીયલ શાખાના એન.પી. અજમેરાની પૂરવઠા કચેરી, પૂરવઠા નિરિક્ષક સુવિધા ગોહિલની રજીસ્ટ્રી શાખા, ચૂંટણી શાખાના જી.એચ.ચૌહાણની ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર, હક્ક પત્રક શાખાના એમ.જે. ગુર્જરવાડીયાની પૂરવઠા નિરિક્ષક, પૂર્વ મામલતદાર કચેરીના ડી.એન.ભટ્ટની હક્ક પત્રક શાખા, ગ્રામ્ય પ્રાંતના એચ.એસ.સોલંકીની હક્ક પત્રક શાખા, મહેકમ શાખાના જી.જે.ઓઝાની પૂરવઠા નિરિક્ષક, હક્ક પત્રક શાખાના જી.વી.બ્રહ્માણીની ઝોનલ અધિકારી-3,
પૂરવઠા નિરિક્ષક જે.ડી.કોટકની હિસાબી શાખા, હક્ક પત્રક શાખાના જે.જે.પંડ્યાની પૂરવઠા કચેરી, ઝોનલ અધિકારી-3 એસ.સી.માનસત્તાની સિટી-2 પ્રાંત, ગોંડલ ગ્રામ્યના એસ.આર.મણવરની ગોંડલ સિટી, હક્ક પત્રક શાખાના એસ.સી.ટાંકની કોટડા સાંગાણી, પૂરવઠા નિરિક્ષક કે.એમ.ઝાલાની રાજકોટ તાલુકા મામલતદાર, ગ્રામ્ય પ્રાંતના એમ.ડી.શાખાની આર.ઓ.શાખા-કલેક્ટર કચેરી, સિટી-1 પ્રાંતના વી.એમ.વેગડાની સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી શાખા, એ.એલ.સી.શાખાના એચ.ડી.જોષીની પશ્ર્ચિમ મામલતદાર કચેરી, કોટડા સાંગાણીના સી.જી.પારખીયાની ગોંડલ ગ્રામ્ય, સિટી-2 પ્રાંતના એચ.ડી.રૈયાણીની પૂરવઠા નિરિક્ષક, જેતપુર ગ્રામ્યના જલ્પા બાલધાની જામકંડોરણા, હક્ક પત્રક શાખાના એચ.એ.ચુડાસમાની સિટી-2 પ્રાંત,
જસદણના ટી.એચ.દેવમુરારીની વિંછીયા, કોટડા સાંગાણાના એમ.બી.મકવાણાની હક્ક પત્રક શાખા, આર.ઓ. શાખાના એ.એસ. દોશીની રાજકોટ ગ્રામ્ય પ્રાંત, રાજકોટ તાલુકાના જે.એમ.ડેકાવાડીયાની ચૂંટણી શાખા, મહેસૂલ શાખાના એમ.ડી.ભાલોડીની સિટી-1 પ્રાંત, સિટી-2 પ્રાંત એમ.એ. જાડેજાની રાજકોટ ગ્રામ્ય પ્રાંત, લોધિકાના ટી.ડી.સુવાની પડધરી, પ્રાદેશિક કમિશનર-નગરપાલિકાના હિર વંજાણીની પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, રાજકોટ તાલુકાના એમ.ડી.મહેતાની કોટડા સાંગાણી, જસદણના જે.એલ.રાજાવાઢાની જમીન સંપાદન અને પુન:વસવાટ સત્તા તંત્ર, રજીસ્ટ્રી શાખાના એસ.એચ.ગઢવીની પૂરવઠા નિરિક્ષક, પૂર્વ મામલતદારના આર.કે.કાલીયાની મેજીસ્ટ્રીયલ શાખામાં, પૂરવઠા નિરિક્ષક એ.કે. પરમારની મહેકમ શાખા, જામ કંડોરણાના બી.એમ.કમાણીની રાજકોટ તાલુકા, પશ્ર્ચિમ મામલતદારના એસ.કે.ઉધાણની પૂર્વ મામલતદાર, નાયબ કાર્યપાલક ઇજનેર-ઉપલેટાના વી.વી.સોલંકીની ધોરાજી પ્રાંત, ખાસ શાખાના પી.એચ.આચાર્યની મહેસૂલ શાખા,
જેતપુર શહેરના સોનલ મેઘાણીની જેતપુર ગ્રામ્ય, ગોંડલ ગ્રામ્યના એમ.વી.વામરોટીયાની ઉપલેટા, ઉપલેટાના એમ.આર.જોષીની ગોંડલ શહેર, સિટી-1 પ્રાંતના એચ.ડી.દુલેરાની હક્ક પત્રક શાખા, જસદણના બી.એચ.કાછડીયાની જસદણ પ્રાંત, પશ્ર્ચિમ મામલતદાર એન.ડી.રાજાની કોટડા સાંગાણી ખાતે બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત તાજેતરમાં જિલ્લાના 114 કારતૂન તથા મહેસૂલી તલાટીઓને નાયબ મામલતદાર તરીકે હંગામી ધોરણે બઢતી આપવામાં આવી હતી. આ તમામ નાયબ મામલતદારના પ્રમોશન મેળવેલ કર્મચારીઓને પણ વિવિધ કચેરીઓમાં જિલ્લા કલેક્ટર દ્વારા પોસ્ટીંગ આપવામાં આવ્યું છે.
અન્ય જિલ્લામાંથી આવેલા 9 નાયબ મામલતદારોને પણ સોંપાઇ મહત્વની ફરજ
જિલ્લા કલેક્ટર પ્રભવ જોષીએ અન્ય જિલ્લામાંથી આવેલા નવ નાયબ મામલતદારોને મહત્વની ફરજ સોંપી છે. જેમાં મોરબીથી આવેલા એસ.એમ.ટાંકને મતદારયાદી-71, પી.વી.ત્રિવેદીને મતદારયાદી-કોટડા સાંગાણી, એચ.ટી.ગોહેલને મતદારયાદી-68, એસ.આર.ગોહેલને મતદારયાદી રાજકોટ તાલુકા, જૂનાગઢથી આવેલા એચ.એમ.પરમારને મતદારયાદી-જેતપુર, વી.જી.ડાંગરને મતદારયાદી-લોધિકા, દેવભૂમિ દ્વારકાથી આવેલા કે.એમ.હિન્દરાજ્યાને રૂડા, ગીર સોમનાથથી આવેલા આર.આર.જાડેજાને જેતપુર ગ્રામ્ય, અમરેલીથી આવેલ એચ.આર.મકાણીને મતદારયાદી-69માં મૂકવામાં આવ્યા છે.
છેલ્લે 2002માં થઇ હતી આટલી મોટી બદલી
રાજકોટ જિલ્લામાં છેલ્લા ઘણા વર્ષોથી કોઈ મોટી બદલીના ઓર્ડર થયા ન હતા. છેલ્લે 20 વર્ષ પૂર્વે 2002માં ત્યારના જિલ્લા કલેકટર અનિતા કરવલે નાયબ મામલતદાર સહિતના સ્ટાફના મોટાપાયે બદલીના ઓર્ડર કર્યા હતા. ત્યારબાદ હવે છેક આટલી મોટી બદલી થઈ છે.
પુરવઠામાં અત્યાર સુધી સ્ટાફ જ ન્હોતો, હવે દરોડા તેજ બનશે
પૂરવઠામાં અત્યાર સુધી સ્ટાફ જ ન હોય જેને પરિણામે અસરકારક કામગીરી થઈ શકતી નહોતી. પણ જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ પુરવઠા શાખા ઉપર સૌથી વધુ ધ્યાન કેન્દ્રિત કરીને ત્યાં એક ડઝન જેટલા નાયબ મામલતદારોની ફૌજ ઉતારી છે. જેને પરિણામે હવે દરોડા સહિતની કામગીરી મોટાપાયે થશે તેવું જાણવા મળી રહ્યું છે.
હજુ મામલતદારની 12 જગ્યાઓ ખાલી
જિલ્લામાં હજુ પણ નાયબ મામલતદારોની 12 જગ્યાઓ ખાલી હોવાનું જાણવા મળી રહ્યું છે. બિનખેતી મામલતદાર, પ્રોટોકોલ મામલતદાર, ચિટનીશ, અધિક ચિટનિશ, આઈઓરા મામલતદાર સહિતની જગ્યાઓ હાલ ખાલી છે. જેને કારણે જિલ્લા કલેકટર કચેરીના અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ ઉપર કામનું ભારણ વધી રહ્યું છે.મહેસૂલ તંત્ર આ ખાલી જગ્યા ભરે તો કામનું ભારણ ઓછું થઈ શકે તેમ છે.
દબાણો ઉપર ખાસ ફોક્સ, દરેક તાલુકામાં દબાણ હટાવ શાખાની વર્ષો જૂની ખાલી જગ્યાઓ ભરાઈ
હાલ સરકારી જમીન ઉપર ખડકાયેલ દબાણનો પ્રશ્ન વિકટ બન્યો હોય જેના પ્રત્યે જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ ગંભીરતા દાખવીને દબાણ હટાવ શાખામાં પણ મોટા પાયે પોસ્ટિંગ આપ્યું છે. પ્રભવ જોશીએ મોટાભાગના તાલુકાઓમાં દબાણ હટાવ શાખામાં નિયત મહેકમ ભરી દીધું છે. આમ આવતા દિવસોમાં હવે દબાણ હટાવ ઝુંબેશ શરૂ થાય તેવા અણસાર મળી રહ્યા છે.
મોટાભાગના તાલુકામાં વર્ષો બાદ મધ્યાહન ભોજન માટે 2-2 નાયબ મામલતદાર મુકાયા
જ્યારથી નિયમ આવ્યો ત્યારથી દરેક તાલુકામાં મધ્યાહન ભોજન યોજનાના 2-2 નાયબ મામલતદારોની જગ્યાઓ ખાલી હતી. પણ આ ફેરબદલીમાં જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ મધ્યાહન ભોજન યોજનાની કામગીરીને મહત્વ આપીને મોટાભાગના તાલુકામાં.મધ્યાહન ભોજન યોજના માટે 2-2 નાયબ મામલતદારોને પોસ્ટિંગ આપ્યું છે. માત્ર કોઈક તાલુકામાં જ 1 નાયબ મામલતદાર મુકવામાં આવ્યા છે.