જિલ્લા ચૂંટણી અધિકારી અરૂણ મહેશ બાબુની અધ્યક્ષતામાં બેઠક મળી
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીની જાહેરાત નજીકના સમયમાં થવામાં છે ત્યારે ચૂંટણીની કામગીરી સમયમર્યાદામાં ચોકસાઈ પૂર્વક થાય તે માટે જિલ્લા કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી અરૂણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
અરૂણ મહેશ બાબુ એ જણાવ્યું હતું કે ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ મતદાન મથકો પર પાયાની સુવિધા જેવી કે રેમ્પ, ટોયલેટ બ્લોક્સ, હવા ઉજાસ, વેઇટીંગ રૂમ જેવી બાબતો પ્રત્યે ખાસ કાળજી રાખવામાં આવે તે ખૂબ જ જરૂરી છે. તેમણે ઉમેર્યું હતું કે સરકારી મિલકતો પર પ્રચારાત્મક પોસ્ટર, બેનર કે હોલ્ડિંગસ વગેરે ન લગાવે તે માટે રીર્ટીનીંગ ઓફિસરે ધ્યાન રાખવા સૂચન કર્યું હતું આદર્શ આચારસંહિતાના સુચારૂ અમલ થાય તેમજ મોડલ કંન્ડકટ ઓફ કોડ, ઇ.વી.એમ વી.વી.પેટની તાલીમ રાજકીય પક્ષો દ્વારા થતા ખર્ચ વગેરે બાબતો અંગે પણ વિસ્તૃત માર્ગદર્શન અરૂણ મહેશ બાબુએ પૂરું પાડ્યું હતું.
આજની બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, નાયબ મ્યુનિસિપલ કમિશ્નર આશિષકુમાર વગેરે પણ ચૂંટણીલક્ષી કરવાની થતી કામગીરી ની જાણકારી આપી હતી. એમ.સી.સી ના નોડલ અધિકારી ઇલાબેન ચૌહાણએ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા ચૂંટણીમાં શું કરવું અને શું ન કરવું તેની જાણકારી આપી હતી બેઠકની શરૂઆતમાં અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એસ.જે.ખાચરે સૌને આવકારી બેઠકની રૂપરેખા આપી હતી રાજકોટ જિલ્લાની વિધાનસભાની કુલ આઠ બેઠકોના ચૂંટણી અધિકારીઓ, મદદનીશ ચૂંટણી અધિકારીઓ તેમજ ચૂંટણીની કામગીરીમાં જેમને ફરજ સોંપવામાં આવી હોય તેવા અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.