દેશની સુરક્ષિતતા, અખંડિતતા, મા ભોમની રક્ષા કાજે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર વિરલાઓનું ઋણ ચુકવવાનો દિન એટલે સશસ્ત્ર સેના ધ્વજદિન

દેશભરમાં 07 ડિસેમ્બરના રોજ ‘સશસ્ત્ર સેના ધ્વજદિન’ની ઉજવણી કરવામાં આવે છે. આ ઉજવણીના ભાગરૂપે   જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ સશસ્ત્ર સેના ધ્વજદિનની ઉજવણીની શરૂઆત પોતાનું અંગત અનુદાન આપી કરી હતી. અધિક જિલ્લા ચૂંટણી અધિકારી  એસ.જે ખાચરએ પણ યોગદાન આપી દેશના વીર જવાનો પ્રત્યે પોતાની લાગણી વ્યક્ત કરી હતી.

SASHATRA SENA DHAVAJ DIN 1

આ પ્રસંગે જાહેર જનતાને દેશની સુરક્ષિતતા, અખંડિતતા અને મા ભોમની રક્ષા કાજે પોતાના પ્રાણન્યોછાવર કરનાર વિરલાઓનું ઋણ ચુકવવા અને આ દિનથી શરૂ થનાર સશસ્ત્ર સેના ધ્વજદિનની ઉજવણી સુચારૂ રીતે થાય તે માટે અધિકારીઓ/કર્મચારીઓ, શાળા, કોલેજોના આચાર્યશ્રીઓ, દાતાઓ, માજી સૈનિકો તથા અન્ય મહાનુભાવોને ઉદાર હાથે પોતાનો ફાળો આપવા કલેકટરશ્રીએ અપીલ કરી હતી.

SASHATRA SENA DHAVAJ DIN 2

અત્રે ઉલ્લેખનિય છે કે, સશસ્ત્ર સેના ધ્વજદિનની શરૂઆત 07 ડિસેમ્બર 1949ના કેન્દ્રીય મંત્રીની રક્ષા સમિતિ દ્વારા યુધ્ધમાં શહીદ થયેલા જવાનોના પરીવારના કલ્યાણાર્થે કરવામાં આવેલ અને ત્યારથી દર વર્ષે તારીખ 07 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવતા સશસ્ત્ર સેના ધ્વજદિન બાબતે સેવારત સૈનિકો, શહીદ સૈનિકો અને દિવંગત સૈનિકોના પરિવારો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરવા અને તેઓના પરિવારોના ઉત્કર્ષ અર્થે ભંડોળ એકઠું કરવા જાહેર જનતા, ઔધોગિક એકમો, સરકારી/અર્ધ સરકારી, તથા દાતાઓને તંત્ર દ્વારા અપીલ કરવામાં આવેલ છે.

SASHATRA SENA DHAVAJ DIN 4

દેશ સેવાની ભાવના પ્રેરીત કરવા શૈક્ષણિક સંસ્થાઓને આ દિવસની ઉજવણી કરવા અપીલ કરી વધુમાં વધુ સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળ પેટે મળેલ ફાળાનો ઉપયોગ પૂર્વ સૈનિકો/દિવંગત સૈનિકોના ધર્મપત્નિઓ તથા શહિદ સૈનિકોના પરિવારજનો/આશ્રીતોને વિવિધ યોજના હેઠળ સહાય કરવામાં આવશે.આ માટે કોઈપણ વ્યક્તિ,સંસ્થા કે સમૂહ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, પૂર્વ સૈનિક આરામ ગૃહ, પોલીસ હેડ ક્વાર્ટર સામે, રાજકોટ ફોન નં. 0281-2476825 ખાતે સંપર્ક કરી શકે છે.  આ પ્રસંગે જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી રાજકોટના કર્મચારીઓ અને એન.સી.સી કેડેટ્સ વગેરે જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.