અબતક, રાજકોટ
મુખ્યપ્રઘાન વિજયભાઇ રૂપાણીના 65માં જન્મદિન નિમિત્તે રાજકોટના ભૂપેન્દ્ર-રોડ સ્વામીનારાયણ મુખ્ય-મંદિરને આંગણે વિવિધરૂપ આયોજનોની હારમાળાનું સુંદર આયોજન કરવામા આવ્યુ છે. આ આયોજન લક્ષ્મીનારાયણ દેવ ગાદીના વડતાલ-ગઢડા-જુનાગઢ પ્રદેશ દ્વારા તેમજ યજમાન ચેતનભાઇ રામાણીના સથવારે સમગ્ર રાજકોટ શહેરમાં મંદિરની તડામાર તૈયારીઓ દેખાઇ રહી છે. જેમાં શહેરના રાજમાર્ગો પર હોરડીંગ્સ, મુખ્ય માર્ગો પર બેનર, હરિમંદિરોની નજીક તોરણ-ફૂલોનો શણગારથી અતૂત નજારાથી શુષોભીત થયુ છે.
આજે સાંજે 4:00 વાગે મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણી ભૂપેન્દ્રરોડ સ્વામીનારાયણ મંદિર ખાતે ઉપસ્થીત રહેશે તે સમયે કાર્યક્રમની રૂપરેખાનું વર્ણન કરતા કોઠારી સ્વામી એ કહ્યુ હતુ કે, જન્મદિવસ નિમિત્તે તેઓનું મંદિર ખાતે. રાજકોટ તેમજ સરઘાર ગુરુકુલના વિધાર્થીઓ દ્વારા પૂષ્પ-વર્ષાથી સ્વાગત અભિવાદન કરવામાં આવશે, ત્યારબાદ વિષ્યપ્રખયાત પ્રસાદીની (કાંટા વગરની બોરડી)નું પૂજન, મંદિરના પટાંગણમાં વૃક્ષારોપણ, તેમજ દિર્ધાયુષ્ય માટે મહાપૂજા, હિંડોળા ઉત્સવનું ભવ્ય ઉદ્ઘાટન, નિજમંદિરમાં મહારાજના દર્શન, મહાદેવનૂ પૂજન, નિલકંઠવર્ણીનો કેસર જળાભિષેક, અંતે વિશિષ્ટ અભિવાદન સમારોહ મા સાહેબનું 65 ફૂટ ડ્રાયફૂટના હારથી સન્માન તેમજ 6પ કિલોની કેક કટીંગ સેરેમની કરવામાં આવશે તેમજ ભગવાન સ્થાપીત મંદિરોમાં જરૂરિયાતમંદ લોકોમાં 650 અન્ન-કિટ જેમા 5 કિટ દ્વારા વિતરણ કરવામાં આવશે. અંતમા કોઠારી સ્વામીએ જણાવ્યુ હતુ કે, તેમના જન્મદિવસે આશીર્વાદ આપવા ખાસ સંપ્રદાયના પિઢ તેમજ વરિષ્ઠ સંતો જેવા કે એસ.જી.વી.પી. ગુરૂકુલના મહંત માધવપ્રિય સ્વામી, અખિલ ગુજરાત સંત સમિતિના પ્રમુખ નૌતમપ્રકાશદાસજી સ્વામી, રાજકોટ ગુરૂકુલના મહંત દેવકૃષ્ણદાસજી સ્વામી, જુનાગઢ ટેમ્પલ બોર્ડના ચેરમેન દેવનંદનદાસજી સ્વામી, વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેન દેવપ્રકાશદાસજી સ્વામી, ગઢપુર ટેમ્પલ બોર્ડના ચેરમેન હરિજીવનદાસજી સ્વામી, વડતાલ ટેમ્પલ બોર્ડના કોઠારી ડો.સંતવલ્લભ સ્વામી, કોઠારી હરિચરણદાયજી સ્વામિ રાજકોટ, રાજકોટ મંદિરના કોઠારી રાધારમણ સ્વામી, બાલાજી હનુમાનજી મંદિરના કોઠારી વિવેકસ્વામી તેમજ ભક્તીપ્રકાશ સ્વામી, મુની સ્વામી તદ્ઉપરાંત અનેકવિધ સ્થાનોથી સંતો તેમજ સાંસદો, ધારાસભ્યો, પદાધિકારીઓ, અધિકારીઓ વિગેરે ખાસ ઉપસ્થિતિ રહેશે.